
મુંબઈ પોલીસને 26/11 જેવા હુમલાની ધમકી આપતો વિદેશના નંબર પરથી મેસેજ મળ્યો
- મુંબઈ પોલીસને ધમકી ભર્યો મેસેજ મળ્યો
- 26/11ના જેવા હુમલાની ધમકી અપાઈ
- મેસેજ પાકિસ્તાની નંબર ઉરથી મળ્યો હોવાની માહિતી
દિલ્હીઃ- દેશની આર્થિક રાજધાની તરીકે જાણીતું મુંબઈ દરેકના સપનાઓ સાકાત કરતું શહેર છે, જ્યા 26/11 નો હુમલો આજે પણ લોકોના હ્દય કંપાવી ઉઠે છે, ત્યારે આવી જ ઘટના ફરી કરવાની નાપાક હરકત સામે આવી રહી છે. મુંબઈ પોલીસને આવાજ હુમલાની ધમકી અપાઈ છે.
આ ધમકીથી હવે મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો મંડળાઈ રહ્યો છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમ પર એક ધમકીભર્યો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે મુંબઈમાં 26/11નો બીજો હુમલો થશે. આ ફોન વિદેશથી આવ્યો હોવાની પૃષ્ટી થઈ છે. આ સાથે વોટ્સએપ દ્વારા ધમકીભર્યા મેસેજ પણ મળ્યા છે.
જો કે એમ પણ . જણાવવામાં આવી રહ્યું છે કે આ મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે અને એટીએસ પણ તપાસમાં જોડાઈ છે.
જે મેસેજ મોકલવામાં આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં 6 લોકો આ કામ કરશે. રિપોર્ટ્સ અનુસાર, મેસેજમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે હું પાકિસ્તાનનો છું. જો તમે લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરશો તો તે અન્ય સ્થાનનું દેખાશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્રારા અવાર નવાર દેશની શાતિં ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છએ ત્યારે આવી સ્થિતિમાં સીધી શંકા પાકિસ્તાન પર જઈ શકે તે વાત સહજ છે, આ પહેલા પણ 15 મી ઓગ્સટ આસપાસ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓ થયાની ઘટના સામે આવી છે,ત્યારે હવે આ ધમકી ભર્યા મેસેજને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ બની છે.