
મુંબઈ પોલીસને મળી હુમલાની ધમકી,પીએમ મોદી અને સીએમ યોગી નિશાના પર – કોલ પર કહેવામાં આવ્યું ’26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો’
મુંબઈઃ- તાજેતરમાં પાકિસ્તાન દ્રારા અનેક ઘમકી ભર્યા કોલ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ મુંબઈ પોલીસને ફરી એક વખત ઘમકી ભર્યો કોલ આવ્યો હતો અને કેહવામાં આવ્યું હતું કે 26 11 ના હુમલા માટે તૈયાર રહેજો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તેમના નિશાના પર છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપી છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 509(2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આગાળની તપાસ તીવ્ર બનાવી છે.
આ ધમકી મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે જેમાં યોગી આદિત્યનાથની સરકાર અને યુપીમાં મોદી સરકાર નિશાના પર છે. ધમકી આપનાર આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ કારતુસ અને એકે 47 પણ રાખ્યા છે. આ સાથે મુંબઈમાં 26/11ના હુમલાનું પુનરાવર્તન કરવાનું પણ મેસેજમાં કહેવામાં આવ્યું છે.
જો કે પોલીસ દ્રારા બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસ અજાણ્યા વ્યક્તિને શોધી રહી છે. વર્લી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે આવો કોલ આવ્યો હોય આ પહેલા પણ મુંબઈ પોલીસને અનેક વખત કોલ આવી ચૂક્યા છે.આવા જ અન્ય એક કેસમાં, મુંબઈ પોલીસને 12 જુલાઈના રોજ અન્ય એક અજાણ્યા કોલરનો ફોન આવ્યો હતો જેણે ધમકી આપી હતી કે જો સીમા હૈદર તેના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભાગી ગઈ અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરશે તો “26/11 જેવો” આતંકી હુમલો કરશે.