
સુરતમાં હત્યાના બનાવો વધ્યા – ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં યુુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો
- સુરતના ભેસ્તાનમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા
- ભેસ્તાનમાં યુવક પર ચપ્પુના ઘા ઝીંકીને કરાઈ હત્યા
સુરતઃ- ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે, હજી તો 4 દિવસ પહેલા જ એક યુવતીને એક તરફી પ્રમેમાં પાગલ યુવે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી ત્યારે ફરી સુરતના ભેસ્તાન વિસ્તારથી આવી જ એક હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય એવા ઝઘડામાં બોલાચાલી થતા એક યુવક પર જાહેરમાં ચપ્પુ વડે ઘા કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવક મોતને ઘાટ ઉતર્યો છે,
આ મારામારીના એક ગુનામાં પોતાના સાળાને જેલમાંથી જામીન પર મુક્ત કરાવનાર જુનેદ પર ગત રવિવારે કારમાં આવેલા ઇસમોએ હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા જયારે જાહેર બ્રિજ પર બનેલી જો કે પોલીસે ગણતરીના સમયના ગુનેગારોને ઝડપી લીધા હતા
જો કે આ ઘટનાને પગલે પોલીસે હત્યારા સામે ગુનો દાખલ કરીને તેની ઘરુકડ પણ કરી લીઘી છે.પરંચતુ આમ સતત જાહેરમાં હત્યાના સમાચારછથી સુપરતની જનતામાં જાણે હવે ભય જોવા મળી રહ્યો છે, હત્યારાઓ હત્યા કરતા હવે ખંચકાતા નથી અને તોપાના નાપાક કાવતરાને જાહેરમાં અંજાબ આપી રહ્યા છે જેને જોઈને લાગી રહ્યું છે કે ઈન્સાનિયત મરી પરવાળી છે.