
- સંગીતકાર શેખર રવજીયાનીનો જન્મદિવસ
- રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે લીધો ભાગ
- બોલિવૂડને આપ્યા ઘણા હિટ ગીતો
મુંબઈ :બોલિવૂડના સંગીતકારોમાં ઘણી જોડી પ્રખ્યાત છે. આવી જ એક જોડી મ્યુઝીક કંપોઝર વિશાલ અને શેખરની છે, જેમણે એકસાથે અનેક સુપરહિટ ગીતો ગાયા છે.ત્યારે આજે સિંગર શેખર રવજીયાનીનો જન્મદિવસ છે.
શેખર રવજીયાનીનો જન્મ 29 નવેમ્બર 1978ના રોજ ગુજરાતના કચ્છમાં થયો હતો. શેખર માત્ર એક ગાયક જ નથી પરંતુ તે મ્યુઝીક ડાયરેક્ટર, રેકોર્ડ પ્રોડ્યુસર અને એક્ટર પણ છે. વિશાલ શેખરની જોડી 1999 થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કરી રહી છે.
વિશાલ અને શેખર છેલ્લા બે દાયકાથી સાથે કામ કરી રહ્યા છે. વિશાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,મેં અને શેખરે ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’માં સાથે કામ કર્યું હતું અને અમારી સમજણ ઘણી સારી હતી, જેના કારણે અમે સાથે કામ કરવાનું નક્કી કર્યું. શેખર સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ તે પોતાના કામ વિશેની અપડેટ ફેન્સ સાથે શેર કરતો રહે છે.
શેખરે પોતાના કરિયરની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’માં સ્પર્ધક તરીકે કરી હતી. જોકે તે આ શો જીતી શક્યો નહોતો. સિંગરે તેનું પહેલું ગીત ‘પ્યાર મેં કભી કભી’માં કંપોઝ કર્યું હતું. 2003માં આવેલી ફિલ્મ ‘ઝંકાર બીટ્સ’થી તેને સફળતા મળી અને આ માટે તેને ન્યૂ ટેલેન્ટ હન્ટ આરડી એવોર્ડ પણ મળ્યો.
વિશાલ અને શેખરે ‘બાગી 3’, ‘વોર’, ‘ભારત’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘સુપારી’, ‘કાંટે’,’અંજાના- અંજાની’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.