
ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં થઈ પૃષ્ટિ – WHO એ તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું
- ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં પૃષ્ટિ
- WHO એ ચિંતા જનક ગણાવ્યું
- કહ્યું- રોના વાયરસના બી 1.617 વેરિએન્ટ ચિંતા જનક
- આ વેરિયેન્ટથી સારવાર થતા મૃત્યુમાં વધારો
દિલ્હીઃ- ભારતમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરુપ સમગ્ર વિસ્વ માટે જોખમ સાબિત થી રહ્યું છે,વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ચેતવણી આપી છે. વિતેલા વર્ષે ભારતમાં સૌ પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના બી 1.617 વેરિએન્ટને ચિંતા જનક જાહેર કરતા ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે વાયરસનું આ અત્યંત ઘાતક સ્વરુપ અત્યાર સુધી વિશ્વના 44 દેશો સુધી પહોંચી ગયું છે.
ડબ્લ્યુએચઓ સતત નિરિક્ષણ કરતા જોયું છે ફેલાવવા બાબતે અને ગંભીરતાના રુપે કસાર્સ સીઓવી -૨ના સ્વરુપમાં શું બદલાવ આવે છે અથવા સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા જાહેર આરોગ્ય અને સામાજિક ધોરણોમાં શું ફેરફાર કરવાની હજી જરુર છે.
ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળવારે સાપ્તાહિક મહામારીના રિપોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે 11 મે સુધી જીઆઈએસએડી દ્વારા કોવિડ વાયરસના 4 હજાર 500 ક્રમ અપલોડ કરવામાં આવ્યાં છે, અને B1.617 ફોર્મની હાજરી 44 દેશોના લોકોના નમૂનામાં મળી આવી છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ 44 દેશો ડબ્લ્યુએચઓના તમામ 6 પ્રદેશોમાં જ સ્થિત છે.એટલે કે, વાયરસનું આ ભારતીય સ્વરૂપ વિશ્વના તમામ ખૂણામાં પહોંચી ગયું છે.
જીઆઈએસએડીના ડેટાના આધારે, WHO એ B.1.617 ને ચિંતાજનક સ્વરુપ તરીકે જાહેર કર્યો છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે બી .1.617 સંક્રમણ ફેલાવવાના દરમાં વધુ છે.આ સ્વરુપ સારવાર છતાં મૃત્યુ દરમાં વધારો કરે છે. કોવિડ -19 નું બી 1.617 ફોર્મેટ પ્રથમ વખત ઓક્ટોબર 2020 માં ભારતમાં જોવા મળ્યું હતું. ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસો અને મૃત્યુએ આ સ્વરુપની ભૂમિકા અંગે સવાલો ઉભા કર્યા છે.