
અફઘાનિસ્તાનથી ભારતીયોને લઇને વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું
- ભારતીયોને ભારત પરત લાવવા ભારતીય વાયુસેના મિશમ મોડમાં
- વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલથી ભારતીયોને લઇને જામનગર પહોંચ્યું
- સી-17 ગ્લોબ માસ્ટર 150 ભારતીય લોકોને લઇને જામનગર પહોંચ્યું
નવી દિલ્હી: વાયુસેના અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત ભારત લાવવા માટે મિશન મોડમાં છે. વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલથી 150 ભારતીય લોકોને લઇને મંગળવારે સવારે રવાના થયું હતું. જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું. વડાપ્રધાનની દેખરેખ હેઠળ રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. જેમની જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનથી 150 ભારતીય સાથે એક વિમાન આવી રહ્યું છે, જે જામનગર ખાતે ઇંધણ ભરાવવા ઉત્તરાયણ કરવાનું છે. અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન 120 અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ સાથે ફ્લાઇટમાં છે. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને નિકળેલુ એરફોર્સનું વિમાન જામનગર લેન્ડ આવ્યુ જે બાદ જામનગરથી વિમાન ગાઝિયાબાદના હિંડન એરબેઝ રવાના થશે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની ઘરવાપસી બાદથી માત્ર 10 દિવસ જેટલા જ સમયગાળા દરમિયાન તાલિબાને બંદુક અને શસ્ત્રોના દમ પર અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારોમાં કબજો જમાવ્યો છે અને હાહાકાર મચાવ્યો છે. છેલ્લે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ તાલિબાનીએ પ્રવેશ કર્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડવાની નોબત આવી હતી.