1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી, કિસાનોને ખાલિસ્તાની કહેવા બદલ નોંધાઇ FIR

અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી, કિસાનોને ખાલિસ્તાની કહેવા બદલ નોંધાઇ FIR

0
Social Share
  • અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી
  • તેની વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી
  • કિસાનોને કહ્યા હતા ખાલિસ્તાની

નવી દિલ્હી: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેણે સ્વતંત્રતા આંદોલનને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત તેણે કિસાન આંદોલનને લઇને ખેડૂતોને કથિતપણે ખાલિસ્તાની ગણાવ્યા હતા. તેના આ નિવેદનો બાદ હોબાળો મચી ગયો હતો. હવે તેના આ નિવેદન વિરુદ્વ મુંબઇમાં FIR દાખલ કરવામાં આવી છે.

અગાઉ શીખોના એક સંગઠને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્વ શીખ સમુદાય વિરુદ્વ અપમાનજનક ટિપ્પણીને લઇને FIR દાખલ કરવાની માંગ કરતા મુંબઇમાં એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે તે ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ પત્ર લકીને કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી સન્માન પરત લેવા માટે પણ અપીલ કરી હતી.

આપને જણાવી દઇએ કે કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. એક ટ્વીટમાં લખ્યું છે કે, જો ધર્મ દુષ્ટતા પર વિજય પ્રાપ્ત કરે છે, તો તેને પોષણ આપે છે. જો દુષ્ટતા ધર્મ પર વિજય પ્રાપ્ત કરે છે તો તે દુષ્ટ બની જાય છે. ખોટાનો સાથ આપવો તમને પણ ખોટા બનાવી દે છે. આ ટ્વીટમાં પીએમ મોદીના નિર્ણયનું સમર્થન કર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code