1. Home
  2. ગુજરાતી
  3. લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે
લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

0
Social Share
  • લદ્દાખ મોરચે ભારત-ચીન ટકરાવ વચ્ચે ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય
  • ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારાશે
  • 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભારત હવે ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે પ્રયાસરત છે. સરકારે સંસદીય સમિતિને આ વ્યૂહરચના અંગે જણાવ્યું કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત સરહદી વિસ્તારો સાથેના 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.  236 ગામોમાંથી 172માં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેમાં 24 ગામોમાં 3જી અને 78 ગામોને 4G થી જોડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે 1860 જેટલા સરહદી વિસ્તારમાં સ્થિત ગામડાઓમાં નિર્દેશિકા કોડ વિકિસિત કરાશે. જ્યારે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કહેવામાં આવ્યું છે. ડેમચોકના કેટલાક વિસ્તારોમાં 4G સેવા શરૂ કરવામાં આવી છે. આ ઇન્ટરનેટ સેવા સ્થાનિકો માટે આર્શીવાદરૂપ બની છે. કારણ કે તેઓ તેનાથી જવાનો અને પરિવારજનો સાથે વાતચીત કરી શકે છે.

પેનલે ખાસ કરીને ચુમાર અને ડેમચોક જેવા ઝીરો બોર્ડર પર આવેલા ગામડાઓના વીજળીકરણ માટે પણ પેનલે ભલામણ કરી છે. આના દ્વારા લોકોનું સ્થળાંતર રોકવામાં પણ મદદ મળશે. તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં ઘણો સમય લાગશે. સરકારે આ સંદર્ભે જરૂરી પગલાં લેવા વીજ મંત્રાલયને પણ વિનંતી કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code