1. Home
  2. ગુજરાતી
  3. આજથી સમગ્ર દેશમાં 15-18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ, આ રીતે બુક કરો વેક્સિન માટેનો સ્લોટ

આજથી સમગ્ર દેશમાં 15-18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ, આ રીતે બુક કરો વેક્સિન માટેનો સ્લોટ

0
Social Share
  • આજથી સમગ્ર દેશમાં કિશોરો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ
  • તેના માટે તમે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો
  • આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો

નવી દિલ્હી: આજથી સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. બાળકો ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની રસીઓમાંથી એકની પસંદગી કરીશે. વેક્સિનેશન માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ હતી.

જે રીતે દેશના પુખ્ત વયના લોકોએ વેક્સિનેશન માટે આરોગ્ય સેતુ અને ઉમંગ એપ દ્વારા સંકલિત કોવિન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કર્યું હતું, તેવી જ રીતે 15 થી 18 વર્ષની વયના બાળકો માટે પણ આ જ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે.

મહત્વનું છે કે, કિશોરો વ્યક્તિગત રીતે ઑનલાઇન નોંધણી કરાવી શકે છે, તે ઉપરાંત અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલા પુખ્ત વયના લોકો તેમને લાભાર્થી તરીકે ઉમેરી શકે છે. તેઓ રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ ઉપરાંત વિદ્યાર્થી આઇડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.

અહીંયા આપેલી રીતથી કિશોરો વેક્સિનેશન માટે નોંધણી કરાવી શકે છે

  • સૌ પ્રથમ આરોગ્ય સેતુ એપ પર જઇને CoWin વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • જે બાદ લોગઇન-રજીસ્ટ્રેશનનો ઓપ્શન આવશે, જેમાં તમારે નંબર નાખવાનો રહેશે
  • જો તમે નવા યૂઝર હોવ તો બુક સિલેક્ટ કરો
  • બાળકોના આઇડી પ્રૂફ માટે 10માં ધોરણનું આઇડી કાર્ડ અથવા જેના પાસે આધાર કાર્ડ હોય તે આપો
  • આ વેક્સિનેશન પ્રક્રિયામાં કિશોરોનું જેન્ડર પસંદ કરવાનું રહેશે
  • જે બાદ બાળકની જન્મ તારીખ સિલેક્ટ કરો
  • આ પેજ ભર્યા બાદ તમારા વિસ્તારનો પીન કોડ નંબર નાંખો
  • જે બાદ તમે કોવિડ સેન્ટર તપાસીને પસંદ કરી શકશો
  • તમે ઑનલાઇન પ્રોસેસમાં સ્માર્ટફોન, પીસી અને લેપટોપથી પણ સ્લોટ બૂક કરાવી શકો છો. તેથી તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code