
હવે સમુદ્રમાં પણ ભારતના દુશ્મનો થરથર કાંપશે! ભારત રાફેલ-વિક્રમાદિત્ય એરક્રાફ્ટના દરિયાઇ વર્ઝનનું કરશે પરીક્ષણ
- હવે સમુદ્રમાં પણ ભારતના દુશ્મનો થરથર કાંપશે
- ભારત આજે રાફેલ જેટના દરિયાઇ વર્ઝનનું કરશે પરીક્ષણ
- વિક્રમાદિત્ય એરક્રાફ્ટ અને રાફેલ-એમનું પરીક્ષણ કરશે
નવી દિલ્હી: ભારતના દુશ્મનો હવે થરથર કાંપશે. ભારત સંરક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદીન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. એક તરફ આકાશમાં ભારત પાસે રાફેલની તાકાત છે તો બીજી તરફ સમુદ્રની સુરક્ષા માટે ભારત પાસે વિક્રમાદિત્ય એરક્રાફ્ટ તેમજ રાફેલ-એમ છે. આજે ભારત વિક્રમાદિત્ય એરક્રાફ્ટ તેમજ રાફેલ-એમ જેટનું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 1 પર ઉપયોગ કરવા માટે પરીક્ષણ કરવા જઇ રહ્યું છે.
ભારત પોતાના સમુદ્રની સુરક્ષા અને દુશ્મનોથી બચાવવા માટે તેને એરક્રાફ્ટથી સજ્જ કરી રહ્યું છે. ભારતમાં જ નિર્મિત વિક્રાંત ઓગસ્ટ મહિનામાં જ નેવીમાં જોડાશે. જ્યારે આ વર્ષે ભારતીય નૌકાદળને બીજું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત મળશે. આ માટે ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન કંપની દ્વારા નિર્મિત રાફેલ M અને અમેરિકી કંપની બોઇંગની F/A-18 વચ્ચે સ્પર્ધા છે. રાફેલ એમ અનેક કારણોસર અમેરિકાના F18 હોર્નેટ ફાઇટર એરક્રાફ્ટ કરતાં એરક્રાફ્ટ કેરિયર્સ પર ઉપયોગ માટે વધુ યોગ્ય છે.
F18sથી વિપરીત, જેમાં કેરિયર્સને નવી ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ સાથે ફીટ કરવાની જરૂર છે, Rafale M વર્તમાન પરિસ્થિતિમાં વિક્રમાદિત્યની સાથે કામ કરી શકે છે. નેવી અને એરફોર્સને પણ એક કોમન પ્લેટફોર્મનો ફાયદો છે. લોજિસ્ટિક્સ અને જાળવણીમાં સિનર્જી ઉપરાંત, ભારતીય નૌકાદળના પાઇલટ્સને “ઝડપી ઇન્ડક્શન” માટે IAF ના રાફેલ પર પણ તાલીમ આપી શકાય છે. માર્ચમાં, નેવી એ જ સુવિધા પર F18sનું પરીક્ષણ કરશે.
અત્રે જણાવવાનું કે, વિક્રાંત 15 ઓગસ્ટ સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે, અને જો રાફેલ એમ પસંદ કરવામાં આવે છે, તો ભારત તાત્કાલિક તૈનાત માટે ચાર કે પાંચ એરક્રાફ્ટ લીઝ પર માંગી શકે છે. વિક્રમાદિત્ય હાલમાં જૂના મિગ-29ના બે સ્ક્વોડ્રનથી સજ્જ છે.