1. Home
  2. ગુજરાતી
  3. હવે માત્ર વેક્સિનનો એક જ ડોઝ લેવો પડશે, ટૂંક સમયમાં માત્ર 1 ડોઝવાળી વેક્સિનને મળી શકે છે મંજૂરી
હવે માત્ર વેક્સિનનો એક જ ડોઝ લેવો પડશે, ટૂંક સમયમાં માત્ર 1 ડોઝવાળી વેક્સિનને મળી શકે છે મંજૂરી

હવે માત્ર વેક્સિનનો એક જ ડોઝ લેવો પડશે, ટૂંક સમયમાં માત્ર 1 ડોઝવાળી વેક્સિનને મળી શકે છે મંજૂરી

0
Social Share
  • ભારતમાં ફક્ત એક ડોઝ વાળી કોરોના વેક્સિન આવશે
  • ભારતમાં જલ્દી જ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને મળી શકે છે મંજૂરી
  • આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તે ભારતની ચોથી કોરોના વેક્સિન હશે

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. હવે ભારતના માર્કેટમાં સિંગલ ડોઝ વાળી વેક્સિન આવી શકે છે. હકીકતમાં, અમેરિકા સ્થિત ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને ભારતમાં સિંગલ ડોઝવાળી કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જો જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને મંજૂરી મળી જશે તો તે સિંગલ ડોઝવાળી પ્રથમ વેક્સિન હશે. આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તે ભારતની ચોથી કોરોના વેક્સિન હશે. આ અગાઉ ભારતમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક-વીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. આ ત્રણ વેક્સિન ડબલ ડોઝવાળી વેક્સિન છે અને લોકોએ તેના બે ડોઝ લેવા પડે છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સને આ અગાઉ સોમવારે કહ્યું હતું કે તે ભારતમાં પોતાના સિંગલ ડોઝવાળી કોવિડ-19 રસી લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ અંગે ભારત સરકાર સાથે ચાલી રહેલી ચર્ચાને લઈને આશાવાદી છે. કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે જ્હોન્સન એન્ડ જ્હોન્સન પ્રાઈવેટ લિમિટેડે પાંચ ઓગસ્ટ 2021ના રોજ ભારત સરકાર પાસે પોતાની સિંગલ ડોઝવાળી કોવિડ-19 રસીના ઈયુએ માટે અરજી કરી.

નિવેદનમાં કહેવાયું છે કે આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે બાયોલોજિકલ ઈ લિમિટેડ સાથે કંપનીના ગઠબંધનથી ભારતના લોકો અને બાકી દુનિયાને કોવિડ-19 રસીના સિંગલ ડોઝનો વિકલ્પ આપે છે. નિવેદનમાં કહેવાયું છે કે ‘બાયોલોજીકલ ઈ અમારા વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલા નેટવર્કનો એક મહત્વપૂર્ણ હિસ્સો હશે, જે અમારી જ્હોન્સન એન્ડ જ્હોન્સન કોવિડ-19 રસીની આપૂર્તિમાં મદદ કરશે.

દેશમાં અત્યાર સુધીમાં (6ઓગસ્ટ સવારે 7 વાગ્યા સુધીમાં ) કોરોના રસીના 49 કરોડ 53 લાખ 27 હજાર 595 ડોઝ આપવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code