
- દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે એન.વી.રમનાએ કાર્યભાર સંભાળ્યો
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને આ પદ માટે અપાવી શપથ
- શપથ ગ્રહણ દરમિયાન પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રહ્યા ઉપસ્થિત
નવી દિલ્હી: દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) તરીકે એન વી રમનાએ આજથી કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવારે પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદ સહિત સુપ્રીમ કોર્ટના અનેક જજોની ઉપસ્થિતિમાં તેમને ન્યાયાધીશના પદની શપથ અપાવી હતી. જસ્ટિસ એન વી રમનાનો કાર્યકાળ 16 મહિનાનો રહેશે.
Justice Nuthalapati Venkata Ramana sworn in as 48th Chief Justice of India
— Press Trust of India (@PTI_News) April 24, 2021
પ્રાપ્ત જાણકારી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઑગસ્ટ 2022 સુધી રહેશે. 17 ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાના પ્રમોશનથી પહેલાં જસ્ટિસ રમના દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
કોલજના દિવસોમાં જસ્ટિસ રમના વિદ્યાર્થી રાજકારણ સાથે સંકળાયેલા હતા. તેમણે થોડા સમય માટે પત્રકારત્વમાં પણ સક્રિય રહ્યા છે. વર્ષ 1983માં વકાલત શરૂ કરનાર રમના આંધ્ર પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ રહેવા ઉપરાંત કેન્દ્ર સરકારના પણ ઘણા વિભાગોના વકીલ પણ રહ્યા હતા. વર્ષ 2000માં તેઓ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા.
(સંકેત)