- CBSEએ હવે ધોરણ 9 થી ધોરણ 12 સુધીની પરીક્ષાની પેટર્નમાં કર્યો ફેરફાર
- CBSEએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અનુસાર આ પેટર્નમાં ફેરફાર કર્યો છે
- હવે ટૂંકા અને મોટા જવાબો વાળ પ્રશ્નો ઓછા આવશે
નવી દિલ્હી: CBSE હવે 9માં, 10માં, 11માં અને 12માંની પરીક્ષાની પેટર્નમાં થોડોક ફેરફાર કરવા જઇ રહી છે.
CBSEના 9 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ તમામ CBSE સ્કૂલો માટે એક અધિસૂચના જારી કરી છે. બોર્ડે સ્કૂલોના મૂલ્યાંકન પરીક્ષણોની સંરચનામાં થોડોક ફેરફાર કરવા માટે કહ્યું છે. અર્થાત્ CBSE 9માં, 10માં, 11માં અને 12માંની પરીક્ષા પેટર્નમાં થોડાક ફેરફાર કરશે. બોર્ડનું પગલું રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અનુસાર છે.
બોર્ડના શૈક્ષણિક સત્ર 2021-22માં પરીક્ષા અન મૂલ્યાંકનની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. આની જાણકારી સ્કૂલોને મોકલી દેવામાં આવી છે. નવા ફેરફારો પ્રમાણે પરીક્ષાઓમાં હવે ટૂંકા અને મોટા જવાબો વાળ પ્રશ્નો ઓછા આવશે. પહેલાની તુલનાએ હવે આવા પ્રશ્નો માત્ર 10 ટકા પૂછાશે. હજુ સુધી 9માં અને 10માંની પરીક્ષામાં 70 ટકા અને 11માં, 12માંમા 60 ટકા પ્રશ્નો ટૂંકા અને મોટા જવાબના રહેતા હતા.
પરીક્ષાની નવી પેટર્નમાં ક્ષમતા આધારિત પ્રશ્નો પણ જોડવામાં આવ્યા છે. આ પ્રશ્ન વાસ્તવિક જીવનથી અથવા અપરિચિત પરિસ્થિતિઓથી જોડાયેલા હશે. 11માં અને 12માંની પરીક્ષાઓમાં 20 ટકા પ્રશ્ન યોગ્યતા આધારિત તેમજ 20 ટકા પ્રશ્નો વૈકલ્પિક હશે. યોગ્યતા આધારિત પ્રશ્નોમાં બહુવિકલ્પીય, કેસ બેલ્ડ, સોર્સ બેઝ્ડ, ઇન્ટિગ્રેટેડ અથવા અનુ પ્રકારના હોઇ શકે છે. જ્યારે 10મામાં યોગ્યતા આધારિત પ્રશ્નોની સંખ્યા ઓછામાં ઓછા 30 ટકા રહેશે. 20 ટકાના પ્રશ્ન્ ઓબ્જેક્ટિવ ટાઇપ અને શેષ 50 ટકા ટૂંકા જવાબ અને લાંબા જવાબ પ્રકારના રહેશે.
મહત્વનું છે કે, સીબીએસઈએ આ પહેલા માર્ચમાં શૈક્ષણિક સત્ર 2021-22 માટે સેમ્પલ પેપર અને સિલેબર્સ જારી કર્યા હતા. આને જોતા વિદ્યાર્થીઓની યોગ્યતા આધારિત પશ્નોની પેટર્ન સમજી શકે છે. સીબીએસઈના ગત સત્રમાં કોરોનાની મહામારીના કારણે સિલેબર્સમાં 30 ટકા કાપ કરી દીધો હતો. નવા સત્રના સિલેબર્સમાં હટાવવામાં આવેલા ચેપ્ટર્સ પણ જોડી દેવામાં આવ્યા છે.
સીબીએસઈ દ્વારા 9માં અને 12મા સુધીની પરિક્ષાઓમાં યોગ્યતા આધારિત પ્રશ્નોને સામેલ કરવાનો હેતુ વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસિત કરવાનો છે. આ વાતથી નવી શિક્ષા નીતિ 2020માં સ્થાન મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યુ છે.
(સંકેત)