
કોરોના રસીકરણ અભિયાન: ભારતે રેકોર્ડ તોડ્યો, 12 કલાકમાં 26 લાખથી વધુ લોકોએ લીધી રસી
- ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવાન બન્યું
- એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો
- 1 એપ્રિલ રાત્રે 8 વાગ્યા સુધી દેશભરમાં કુલ 6,8789,138 લોકોએ રસી લઇ લીધી
નવી દિલ્હી: ભારતમાં કોરોના સામેની લડતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે. એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો છે.
કોરોનાને પગલે ગઇકાલે એક જ દિવસમાં 36,71,242 લોકોને રસી આપવામાં આવી હતી. જે એક રેકોર્ડ છે. 1 એપ્રિલ રાત્રે 8 વાગ્યા સુધી દેશભરમાં કુલ 6,8789,138 લોકોએ રસી લઇ લીધી છે. ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 81,466 નવા કેસ સામે આવ્યા છે. જેથી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,23,03,131 થઇ ગઇ છે. જ્યારે 469 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,63,396 થયો છે.
ત્રીજા ચરણની શરુઆતમાં થઈ ચૂકી છે. જેમાં 45 વર્ષથી વધારે ઉંમરના 65 લાખ લોકો સામેલ થશે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સાંજે 6 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા 56, 531 લાભાર્થીઓએ રસી લીધી છે. જો કે રાતે 9 વાગ્યાના અંત સુધીના આંકડા મળી શક્યા નહોંતા.
દેશમાં 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 4 કરોડ 1 લાખ 6 હજાર 304 લોકો સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી 88 લાખ 48 હજાર 558 હેલથ વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 52 લાખ 63 હજાર 108 હેલ્થ વર્કર્સ બીજો ડોઝ લઈ ચૂક્યા છે. ફ્રન્ટ લાઈન વર્કર્સ 93 લાખ 99 હજાર 776ને પહેલો ડોઝ અને 39 લાખ 18 હજાર 646 લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે.
(સંકેત)