1. Home
  2. ગુજરાતી
  3. યુપીમાં નવાજુનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા
યુપીમાં નવાજુનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા

યુપીમાં નવાજુનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા

0
  • યુપીમાં કંઇક નવું રંધાઇ રહ્યું છે
  • કેન્દ્રીય મંત્રી રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા
  • નરેશ ટિકૈત સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ નરેશ ટિકૈતને મળવા પહોંચ્યા હતા. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન નરેશ ટિકૈતની તબિયતના હાલચાલ પૂછવા તેમના ઘરે પહોંચ્યા છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોઇ કસર નથી છોડવા માંગતી. આજે આ જ કડીમાં દિલ્હીમાં ભાજપ કોર ગ્રૂપની બેઠક થઇ રહી છે. જેમાં 231 વિધાનસભા બેઠકો પર ટિકિટ આપવા અંગેનો નિર્ણય લેવાઇ શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા, યુપી ભાજપ સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને અન્ય મોટા નેતાઓ પણ સામેલ થશે.

મહત્વનું છે કે, યુપી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ 107 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે. ભાજપે 63 ધારાસભ્યોને ફરીથી તક આપી છે. જ્યારે 20 વિધાયકોની ટિકિટ કપાઇ છે. ભાજપે આ ઉપરાંત 21 નવા ચહેરાને પણ તક આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.