1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર દિલ્હી હાઇકોર્ટની મહોર, નિર્માણ કાર્ય પર નહીં લાગે કોઇ રોક
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર દિલ્હી હાઇકોર્ટની મહોર, નિર્માણ કાર્ય પર નહીં લાગે કોઇ રોક

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર દિલ્હી હાઇકોર્ટની મહોર, નિર્માણ કાર્ય પર નહીં લાગે કોઇ રોક

0
Social Share
  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર દિલ્હી હાઇકોર્ટની મહોર
  • હવે તેના નિર્માણ કાર્ય પર કોઇ રોક લાગશે નહીં
  • નિર્માણ કાર્ય પર રોક લગાવવાની અરજીકર્તાની અરજી પણ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય માટે મહોર લગાવી દીધી છે. હવે તેના નિર્માણ કાર્ય પર કોઇ રોક લાગશે નહીં. કોર્ટે નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યુ હતું કે, નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. મજૂરો સાઇટ પર કામ કરી રહ્યાં છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઉપરાંત દિલ્હી હાઇકોર્ટે અરજી દાખલ કરનારાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું છે કે આ કોઇ PIL નથી. આ એક મોટિવેટેડ પિટિશન છે. અરજીમાં એવી માંગ કરાઇ હતી કે કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખતા નિર્માણ કાર્ય પર રોક લગાવાય.

દિલ્હી હાઇકોર્ટમાં અનુવાદક અન્યા મલ્હોત્રા અને ઇતિહાસકાર સોહેલ હાશ્મીની સંયુક્ત અરજીમાં કહેવાયું હતું કે, પ્રોજેક્ટ એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. કોરાના મહામારી દરમિયાન કોઇપણ આવા પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે મંજૂરી ના મળવી જોઇએ. આ પ્રોજેક્ટને કારણે મહામારી દરમિયાન અનેક લોકોના જીવ સંકટમાં છે તેવી દલીલ પણ કરાઇ હતી.

બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતું કે, પ્રોજેક્ટ સાઇટ પર કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન થઇ રહ્યું છે. તે ઉપરાંત અરજીકર્તા પર સવાલ ઉઠાવતા કહ્યુ હતું કે, તેમનું જનહિત ખૂબ જ સિલેક્ટિવ છે. પ્રોજેક્ટ સઇટથી માત્ર 2 કિલોમીટર દૂર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને ત્યાંના મજૂરોની કોઇ ચિંતા થતી નથી.

શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે રાજપથની  બંને બાજુના વિસ્તારોને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવે છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજનાને કહે છે. સંસદ પરિસરનું આ યોજના હેઠળ નિર્માણ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code