1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાશ્મીર યુનિવર્સિટીના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત લહેરાયો તિરંગો
કાશ્મીર યુનિવર્સિટીના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત લહેરાયો તિરંગો

કાશ્મીર યુનિવર્સિટીના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત લહેરાયો તિરંગો

0
Social Share
  • કલમ 370 રદ્દ થયા બાદ કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઇ રહી છે
  • કાશ્મીર યુનિવર્સિટીના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
  • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ હતી

નવી દિલ્હી: કલમ 370 રદ્દ થયા બાદ કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઇ રહી છે અને કાશ્મીર સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં વિલીન થતુ જોવા મળી રહ્યું છે. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.

હવે દૂરથી જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં એક ઊંચા થાંભલા પર તિરંગો લહેરાતો જોવા મળશે . હવામાં લહેરાઈ રહેલો આ તિરંગો જે લોકો એવું કહેતા હતા કે કલમ 370ની નાબુદી બાદ કાશ્મીરમાં તિરંગો પકડનારો કોઈ હાથ નહીં જોવા મળે તેવા લોકોના મોઢા પર લપડાક છે.

સમગ્ર દેશની માફક જમ્મુ કાશ્મીરમાં પણ શુક્રવારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને અમૃત મહોત્સવની શરૂઆત થી હતી. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને કોઈએ તે સામે કોઈ વિરોધ નહોતો નોંધાવ્યો.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code