1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેંગોગ વિસ્તારમાંથી સૈનિકોની પીછેહટ બાદ આજે ભારત-ચીન વચ્ચે 10મી મંત્રણા

પેંગોગ વિસ્તારમાંથી સૈનિકોની પીછેહટ બાદ આજે ભારત-ચીન વચ્ચે 10મી મંત્રણા

0
Social Share
  • આજે ભારત-ચીનની વચ્ચે 10માં સ્તરની મંત્રણા થશે
  • પેંગોંગ તળાવ વિસ્તારોમાં સૈનિકોને પાછળ લાવવાની પ્રક્રિયા બંને પક્ષો વચ્ચે સંમતિ પ્રમાણે સમાપ્ત થઈ
  • દક્ષિણ ક્ષેત્રમાં બંને પક્ષો દ્વારા સમાન કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હી: પેંગોંગ લેકથી ચીની સૈનિકોની પીછેહટ બાદ ભારત અને ચીનની સેનાના વરિષ્ઠ કમાન્ડર વચ્ચે આજે દસમાં ચરણની ઉચ્ચ સ્તરીય મંત્રણા થશે. જેમાં બંને પક્ષો તરફથી પૂર્વ લદ્દાખના પેંગોંગ તળાવની ઉત્તરીય તેમજ દક્ષિણ કાંઠેથી સૈન્ય અને સૈન્યના સામાન લઇને પાછા હટવાનું કામ પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયાને આગળ વધારવાની ચર્ચા કરશે. સૂત્રોનુસાર મુખ્ય કમાન્ડર-સ્તરની વાટાઘાટ પૂર્વી લદ્દાખમાં, મોલ્ડો સરહદ બિંદુથી ચીનમાં વાસ્તવિક નિંયત્રણ રેખા તરફ શરૂ થશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, 9 મહિનાના ગતિરોધ બાદ, બંને દેશોના સૈન્ય વચ્ચે સહમતિ બની કે, બંને પક્ષો પેંગોગ લેકના ઉત્તરીય અને દક્ષિણ કિનારેથી તબક્કાવાર, સંકલિત અને યોગ્ય રીતે સૈનિકોને પાછા ખેંચશે. સૈન્યને પાછળ લાવવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પેંગોંગ તળાવ વિસ્તારોમાં સૈનિકોને પાછળ લાવવાની પ્રક્રિયા બંને પક્ષો વચ્ચે સંમતિ પ્રમાણે સમાપ્ત થઈ. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 11 ફેબ્રુઆરીએ સંસદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, ચીન પેંગોંગ તળાવથી સૈનિકોને પાછા ખેંચીને ફિન્ગર આઠ વિસ્તારના ઉત્તરીય કિનારાની પૂર્વ દિશામાં આગળ વધશે. તેમણે કહ્યું હતું કે, ભારત ફિન્ગર 3 નજીક તેના કાયમી ઠેકાણે ધનસિંહ થાપા ચોકી પર સૈન્ય રાખશે. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ ક્ષેત્રમાં બંને પક્ષો દ્વારા સમાન કાર્યવાહી કરવામાં આવશે.

સંરક્ષણ પ્રધાને કહ્યું કે, તે સંમતિ છે કે બંને પક્ષોના વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક પેંગોંગ તળાવ વિસ્તારમાં સૈન્યની ઉપાડની પ્રક્રિયા પૂર્ણ થયાના 48 કલાકની અંદર અન્ય તમામ મુદ્દાઓને ઉકેલવા બોલાવવામાં આવશે.

પેંગોગ લેકના નામથી હવે લગભગ મોટા ભાગના લોકો પરિચિત હશે. લગભગ 14,500 ફુટની ઊંચા પહાડ પર પેંગોગ લેકની પાસે આઠ પહાડો છે જે હાથની આંગળીઓના આકારની છે અને સરહદ પરનો વિવાદ ફિંગર 4થી લઈને ફિંગર 8 સુધીનો છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code