1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોવિડ-19 અંગે સરકારે નવી ગાઇડલાઇન કરી જાહેર, સિનેમા હોલમાં હવે 50%થી વધારે લોકોને બેસવાની મંજૂરી
કોવિડ-19 અંગે સરકારે નવી ગાઇડલાઇન કરી જાહેર, સિનેમા હોલમાં હવે 50%થી વધારે લોકોને બેસવાની મંજૂરી

કોવિડ-19 અંગે સરકારે નવી ગાઇડલાઇન કરી જાહેર, સિનેમા હોલમાં હવે 50%થી વધારે લોકોને બેસવાની મંજૂરી

0
Social Share
  • ગૃહ મંત્રાલયે કોવિડ-19 બાબતે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા
  • સિનેમા હોલમાં હવે 50 ટકાથી વધારે લોકોને બેસવાની મંજૂરી રહેશે
  • સ્વિમિંગ પૂલમાં પણ હવે સામાન્ય રીતે લોકો જઇ શકશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદીન ઓછું થઇ રહ્યું છે ત્યારે હવે ગૃહ મંત્રાલયે કોવિડ-19 બાબતે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી પ્રભાવી રહેશે. નવા દિશા નિર્દેશો પ્રમાણે સિનેમા હોલમાં હવે 50 ટકાથી વધારે લોકોને બેસવાની મંજૂરી રહેશે. આ સાથે સ્વિમિંગ પૂલમાં સામાન્ય લોકો પણ જઇ શકશે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિભિન્ન ગતિવિધિઓ તેમજ કોવિડ ઉપયુક્ત વ્યવહારના નિયંત્રણના ઉપાયોને યથાવત્ રાખવા અને એસઓપી લાગુ કરવી ફરજીયાત છે. સિનેમા હોલ માટે નવી એસઓપી જારી કરાશે.

કેન્દ્રના નિર્દેશો અનુસાર સામાજીક, ધાર્મિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક આયોજનો માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એસઓફીના મતે મંજૂરી આપવામાં આવશે. સ્વિમિંગ પૂલને લઇને યુવા મામલા તેમજ ખેલ મંત્રાલય તરફથી એસઓપી જારી કરવામાં આવશે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે નાગિરક ઉડ્ડયન મંત્રાલય, ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરીને નિર્ણય કરાશે.

યાત્રી ટ્રેનોની અવરજવર, હવાઇ સફર, મેટ્રો રેલ, સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન, હોટલો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, યોગ કેન્દ્ર અને જિમ વગેરેને લઈને સમય સમય પર અપડેટેડ એસઓપી જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે હવે સરકાર દ્વારા પણ અનેક છૂટછાટો આપવામાં આવી રહી છે. દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code