1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાના નવા પ્રકારથી સરકાર ચિંતિત, જાહેર કરી નવી એસઓપી
કોરોનાના નવા પ્રકારથી સરકાર ચિંતિત, જાહેર કરી નવી એસઓપી

કોરોનાના નવા પ્રકારથી સરકાર ચિંતિત, જાહેર કરી નવી એસઓપી

0
Social Share
  • બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ
  • ભારતના આરોગ્ય મંત્રાલયે આ વાયરસ બાદ એસઓપી જારી કરી છે
  • રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે સરકારે એસઓપી જારી કરી

નવી દિલ્હી: કોરોના વાયરસના એક વર્ષ બાદ સફળ વેક્સીનના સમાચારે સમગ્ર વિશ્વમાં એક નવી આશાનું કિરણ પ્રસરાવ્યું હતું, પરંતુ હવે બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુનાઇટેડ કિંગડમમાંથી મળી આવેલા સાર્સ-કોવ 2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં એસઓપી જારી કરી છે.

કોરોનાના નવા પ્રકારને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલી નવી માર્ગદર્શિકા

  • રાજ્ય સરકારે યુકેથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો પોઝિટિવ રિપોર્ટ આવે તો spike gene-based RT-PCR test લેબમાંથી કરાવવો.
  • જે યાત્રી પોઝિટિવ આવે છે તેમને ઇન્સ્ટિટ્યૂશનલ ઇસોલેશન ફેસેલિટીમાં અલગ રાખવા જોઈએ. આ માટે અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ. તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના અથવા કોઇ લેબમાં મોકલીને genomic sequencing કરાવો.
  • જો રિપોર્ટમાં આવે છે કે,સંક્રમણ વાળો વાયરસ જ છે, જે ભારતમાં પહેલેથી જ છે, તો ભારતમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઠળ સારવાર થવી જોઈએ. જો ગંભીર નથી, તો સારવાર હોમ આઇસોલેસન અથવા ઉપલબ્ધ સુવિધાના સ્તરે થવી જોઈએ.
  • ઉલ્લેખનીય છે કે,  genomic sequencingમાં જાણવા મળ્યું છે કે જો SARS-CoV-2 નવું વેરિઅન્ટ છે, તો દર્દી એક અલગ આઇસોલેશન યુનિટમાં રહેશે. પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરાશે. પોઝિટિવ હોવાના 14 દિવસ બાદ ફરીથી આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો સેમ્પલ 14 માં દિવસે પણ પોઝિટિવ મળી આવે, તો આગળના સેમ્પલ ત્યાં સુધી લેવામાં આવે જ્યાં સુધી સતત 24 કલાકમાં લેવાયેલા સેમ્પલ નેગેટિવ ન આવે, 
  • જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેઓને એરપોર્ટ પર જ ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સંબંધિત એરલાઇન્સ ખાતરી કરશે કે ચેક-ઇન કરતા પહેલા, પેસેન્જરને આ SOP વિશે સમજાવવામાં આવશે. ફ્લાઇટની ઘોષણાઓને પણ સંબંધિત માહિતી માનવી જોઈએ. આ સંદર્ભમાં સંબંધિત માહિતી આગમન ક્ષેત્રમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે.

બ્રિટનમાં હાલમાં કોરોનાનો નવો પ્રકાર ઝડપી ગતિએ પ્રસરી રહ્યો છે. યુકેમાં વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. નવા પ્રકારનો કોરોના બાદ અનેક દેશોમાં ચિંતા પ્રસરી છે.

બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેઇન VUI-202012/01 મળી આવ્યું છે, જેના પછી વિજ્ઞાન જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. બ્રિટને પણ અહીં તેની સખતાઇ વધારી દીધી છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યુરોપના ઘણા દેશોએ યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code