Nationalગુજરાતી

વીજ ગ્રાહકોના હિતમાં કેન્દ્ર સરકારને નવા નિયમો કર્યા જાહેર

  • કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકોના હિતમાં નવા નિયમો કર્યા જાહેર
  • નવા નિયમોમાં ગ્રાહકોને 24 કલાક વીજ સેવા સહિતની જોગવાઇઓ સામેલ
  • જો કોઇ વીજ કંપની નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ ભરવો પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકોના હિત માટે મહત્વના પગલાં લેતા નવા નિયમો જાહેર કર્યા છે. આ અંગેની માહિતી આપતા વીજળી મંત્રી આર.કે.સિંહે જણાવ્યું હતું કે, નવા નિયમોમાં ગ્રાહકોને 24 કલાક વીજ સેવા અને નક્કી કરેલા સમયે સેવા આપવાની વ્યવસ્થા અંગે નિયમ બનાવાયા છે. જો કોઇ વીજ કંપની નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેણે દંડ ભરવો પડશે.

વીજળી મંત્રાલયના આ નવા નિયમો ગ્રાહકોના હિત અને અધિકાર સાથે જોડાયેલા છે. જે વીજ ગ્રાહકોને સશક્ત બનાવશે. નવા નિયમોમાં વીજ જોડાણ અને હાજર કનેક્શનમાં સુધારાની જોગવાઇઓ પણ કરવામાં આવી હતી. જે હેઠળ વીજ કંપનીઓએ વીજળી કનેક્શન કે એમાં સુધારાના કામ મહાનગરોમાં વધુમાં વધુ 7 દિવસની અંદર, અન્ય નગરપાલિકાના વિસ્તારોમાં વધુમાં વધુ 15 દિવસમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસ દરમિયાન પૂરા કરવાના રહેશે. આ સિવાય નવા વીજળી કનેક્શન માટે ઓનલાઇન એપ્લિકેશનનો વિકલ્પ છે.

નવુ વીજળી કનેક્શન મીટર વગર નહીં મળે અને મીટર સ્માર્ટ કે પ્રિપેયમેન્ટ મીટર હશે. મીટરના ટેસ્ટિંગ સાથે ખરાબ, શોર્ટ સર્કિટ કે ચોરી થયેલા મીટર્સને બદલવાની જોગવાઇ કરવામાં આવી છે. આ દરમિયાન ગ્રાહકોની ફી અને બિલ અંગે ખાસ ચોખવટ કરવામાં આવી હતી. નવા નિયમો મુજબ ગ્રાહકો પાસે ઓનલાઇન અને ઓફલાઇન બિલ ચૂકવણીનો વિકલ્પ રહેશે. નવા નિયમ મુજબ વીજળી કંપનીઓએ તમામ ગ્રાહકોને 24 કલાક વીજળી આપવાની રહેશે.

નવા નિયમ હેઠળ ખેતી જેવા ક્ષેત્રોમાં વીજળી ગ્રાહકો માટે વીજળી વ્યવસ્થા નક્કી કરવાની રહેશે.

નોંધનીય છે કે વીજળી કંપનીઓના પ્રદર્શનનું તારણ કનેક્શન માટે લાગતો સમય, વીજળી કાપ, ફરીથી ચાલુ કરવા, મીટરની જગ્યા બદલવાની, ગ્રાહકોની શ્રેણીમાં ફેરફાર, મીટર ચેન્જ કરવામાં લાગતો સમય, બિલ આપવાનો સમય, કનેક્શન કમ્પ્લેન્સનું સમયસર નિરાકરણ વગેરે મુદ્દાઓના આધારે કરવામાં આવશે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

72માં ગણતંત્ર દિવસમાં 'આત્મનિર્ભર ભારત'ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે 72મો ગણતંત્ર દિવસ આજે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળશે આ પરેડમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો આપશે…
Nationalગુજરાતી

સુરતની એક દુલ્હને કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રુપિયા રામ મંદિર માટે દાન કર્યા 

સુરતની દુલ્હનનું સરહાનિય કાર્ય કન્યાદાનમાં મળેલા ડોઢલાખ રામ મંદિરને દાન આપ્યા અમદાવાદઃ-અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ…
Regionalગુજરાતી

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

72મો ગણતંત દિવસ દાહોદ ખાતે રાજ્યક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી…

Leave a Reply