1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના: વૈજ્ઞાનિકોએ 8 મહિના પૂર્વે જ આ અંગે આપી હતી ચેતવણી
ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના: વૈજ્ઞાનિકોએ 8 મહિના પૂર્વે જ આ અંગે આપી હતી ચેતવણી

ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના: વૈજ્ઞાનિકોએ 8 મહિના પૂર્વે જ આ અંગે આપી હતી ચેતવણી

0
Social Share
  • ઉત્તરાખંડમાં રવિવારે ગ્લેશિયર તૂટ્યો હતો
  • આ ગ્લેશિયર તૂટવાને લઇને વૈજ્ઞાનિકોએ 8 મહિના પૂર્વે જ ચેતવણી આપી હતી
  • આ ચેતવણી દેહરાદૂનના વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિયોલોજીના વૈજ્ઞાનિકોએ આપી હતી

ચમોલી: રવિવારે એટલે કે 7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલીમાં જે રીતે ગ્લેશિયર તૂટ્યું અને નદીના પ્રવાહે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઉત્તરાખંડના જ વૈજ્ઞાનિકોએ 8 મહિના પહેલા આ બાબતની ચેતવણી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ, જમ્મૂ-કાશ્મીર તેમજ હિમાચલમાં અનેક વિસ્તારોમાં આવા ગ્લેશિયર છે, જે ગમે ત્યારે ફાટી શકે છે.

વૈજ્ઞાનિકોએ આ મામલે જમ્મૂ-કાશ્મીરના કારાકોરમ રેન્જમાં સ્થિત શ્યોક નદીનું ઉદાહરણ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે શ્યોક નદીનો પ્રવાહ એક ગ્લેશિયરે રોકી લીધો છે. અને ત્યાં મોટું સરોવર બની ગયું છે. સરોવરમાં વધુ પાણી જમા થયું તો ગ્લેશિયર તૂટી શકે છે.

આ ચેતવણી દેહરાદૂનના વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિયોલોજીના વૈજ્ઞાનિકોએ આપી હતી. કારાકોરમ સહિત સમગ્ર હિમાલયમાં આવા ગ્લેશિયરો બન્યા છે જેમને નદીના પ્રવાહને રોકી રાખ્યો છે. જે ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. 2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂર બાદથી વૈજ્ઞાનિકો સતત હિમાલય પર રિસર્ચ કરી રહ્યા છે. અને સંશોધનકર્તાઓએ મોટી ચેતવણી આપી હતી કે ગ્લેશિયરના કારણે બની રહેલા સરોવર ખતરાનું કારણ બની શકે છે.

હિમાલય ક્ષેત્રની તમામ ખીણમાં આવા અનેક ગ્લેશિયર છે જે ઝડપથી ઓગળી રહ્યા છે. બરફના કારણે નદીના પ્રવાહ વચ્ચે બનનારા બંધ એક વર્ષ સુધી જ મજબૂત રહી શકે છે. તાજેતરમાં સિસપર ગ્લેશિયરથી બનેલા સરોવરે ગત વર્ષ 22-23 જૂન અને ચાલુ વર્ષે 29 મેએ  થયેલી હિમવર્ષાથી આવા બંધ બનાવ્યા છે. જે ગમે ત્યારે તૂટી શકે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code