1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. OFBના ખાનગીકરણ માટે સરકારે આપી લીલી ઝંડી

OFBના ખાનગીકરણ માટે સરકારે આપી લીલી ઝંડી

0
Social Share
  • રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં ખાનગીકરણ
  • OFBના ખાનગીકરણને સરકારની લીલી ઝંડી
  • કેબિનેટ બેઠકમાં આ નિર્ણય પર લાગી મહોર

નવી દિલ્હી: સરકારે ઓર્ડિયન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે ઓએફબીના ખાનગીકરણને લીલી ઝંડી આપી દીધી છે.

ભારત સરકારે રક્ષા સેક્ટરમાં મોટા ફેરફાર અંતર્ગત ઓર્ડિયન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે ઓએફબીના ખાનગીકરણને લીલી ઝંડી આપી દીધી છે. OFBના અંતર્ગત આવનારા તમામ ગોળા, બારુદ, હથિયાર તેમજ બીજા સૈન્ય સામાનની 41 ફેક્ટરીઓ સહિત અલગ અલગ કોર્પોરેટ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

રક્ષા મંત્રાલય અનુસાર ખાનગીકરણથી OFBના કામ કરવાની શૈલીમાં પણ ફેરફાર આવ્યો છે. જેનાથી કંપનીઓને કામ કરવાની માલિકી મળવાની સાથોસાથ કામ કરવાની દક્ષતા અને જવાબદેહી નક્કી થશે. આ પગલાંથી OFBનું ઉત્પાદન વધશે અને લાભદાયક કંપનીઓ બનશે. આ ઉપરાંત માર્કેટમાં સ્પર્ધા પણ વધશે.

તમામ 41 ફેક્ટરીઓને 7 કંપનીઓમાં વહેંચવામાં આવશે. તે હશે ગોળા, બારુદ, હથિયાર, ટ્રપ કમ્ફર્ટ આઇટમ ગ્રૂપ, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક, પેરાશૂટ ગ્રૂપ અને એનસેલેરી ગ્રૂપ.

કેબિનેટે ખાનગીકરણને મંજૂરી આપતા OFBના તમામ 70 હજાર કર્મચારીઓને ભરોસો અપાયો છે કે કોઇપણ પ્રકારની છટણી નહીં કરવામાં આવે. તમામ 41 ફેક્ટરીઓમાં કાર્યરત એ, બી અને સી ગ્રૂપના કર્મચારીઓને 2 વર્ષ માટે આ કોર્પોરેટ કંપનીઓમાં ડેપ્યૂટેશન તરીકે મોકલી દેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code