1. Home
  2. ગુજરાતી
  3. ભોપાલની શિવાંગીએ ઇતિહાસમાં લખ્યો નવો અધ્યાય, GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો
ભોપાલની શિવાંગીએ ઇતિહાસમાં લખ્યો નવો અધ્યાય, GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો

ભોપાલની શિવાંગીએ ઇતિહાસમાં લખ્યો નવો અધ્યાય, GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો

0
Social Share
  • મધ્યપ્રદેશની શિવાંગીએ ભારતનું નામ રોશન કર્યું
  • GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો
  • શિવાંગીએ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે

નવી દિલ્હી: મધ્યપ્રદેશની શિવાંગીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. ભોપાલની રહેવાસી શિવાંગી ગવાંડેએ વિશ્વની સૌથી અઘરી ગણાતી મેનેજમેન્ટ કસોટી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GMAT)માં વૈશ્વિક સ્તરે બીજો અને દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારતમાં આજ સુધી કોઇએ વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યું નથી. શિવાંગીએ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

ઇંગ્લેન્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. શિવાંગીએ GMATમાં 800માંથી 798 સ્કોર મેળવ્યા છે. જે એક ખૂબ મોટો રેકોર્ડ છે. કારણ કે આજ સુધી દેશમાં કોઇ ઉમેદવારે આ પરીક્ષામાં આટલા ગુણ પ્રાપ્ત કર્યા નથી. જણાવી દઇએ કે GMATની પરીક્ષા 12 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. તેનું પ્રથમ તબક્કાનું પરિણામ 27 માર્ચે અને અંતિમ પરિણામ 23 એપ્રિલના રોજ આવ્યું હતું.

શિવાંગીના પરિવાર વિશે વાત કરીએ તો શિવાંગીના પિતા મહેન્દ્ર ગવાંડે વ્યવસાયે ખેડૂત છે અને માત્ર ખેતી સંબંધિત વ્યવસાય કરે છે. શિવાંગીની માતા માધુરી આનંદ વિહાર સ્કૂલમાં ગણિતની શિક્ષિકા છે.

GMAT પરિણામ બાદ શિવાંગીની સ્ક્રીનીંગ ટેસ્ટ વિશ્વની ટોચની મેનેજમેન્ટ કોલેજો (Top Management College) દ્વારા લેવામાં આવી હતી અને ગ્રુપ ડિસ્કશન થયું હતું. જેનું પરિણામ 23 ઓગસ્ટે આવ્યું હતુ. જેમાં શિવાંગીએ 100 ટકા ગુણ મેળવ્યા છે. જે પછી કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ, હાર્વર્ડ, યેલ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ બિઝનેસ અને દેશના તમામ IIMs એ તેમના પ્રવેશ પસંદગી પત્રો મોકલ્યા છે.

શિવાંગીએ જણાવ્યુ હતુ કે, ધોરણ 10 પાસ કર્યા બાદ માતાએ એન્જિનિયરિંગને (Engineering) બદલે મેનેજમેન્ટ પસંદ કરવા જણાવ્યુ હતુ. વધુમાં જણાવ્યુ કે, તેથી જ તેણે ધોરણ 11 માં કોમર્સ પસંદ કર્યુ અને દરરોજ 8-10 કલાકનો અભ્યાસ શરૂ કર્યો અને સફળતા પ્રાપ્ત કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code