1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીની લોકપ્રિયતા અકબંધ, નેટ પર સૌથી વધુ તેમનું નામ સર્ચ થયું, જાણો સમગ્ર યાદી
PM મોદીની લોકપ્રિયતા અકબંધ, નેટ પર સૌથી વધુ તેમનું નામ સર્ચ થયું, જાણો સમગ્ર યાદી

PM મોદીની લોકપ્રિયતા અકબંધ, નેટ પર સૌથી વધુ તેમનું નામ સર્ચ થયું, જાણો સમગ્ર યાદી

0
Social Share
  • દર વર્ષે સૌથી વધારે સર્ચ કરાતી સેલિબ્રિટીઝની યાદી જાહેર થઇ
  • લોકોએ ઇન્ટરનેટ પર પીએમ મોદીનું નામ સૌથી વધુ સર્ચ કર્યું
  • આ યાદીમાં આર્યન ખાનનું પણ ના સામેલ

નવી દિલ્હી: દર વર્ષે ઑનલાઇન સૌથી વધુ સર્ચ કરાતી પર્સનાલિટિઝ વિશે એક યાદી જાહેર કરવામાં આવતી હોય છે. આ વખતની યાદી પણ જાહેર થઇ ચૂકી છે. આ વર્ષે નવાઇની વાત એ છે કે યાદીમાં શાહરૂખના લાડલા આર્યન ખાનનું નામ પણ છે. Yahoo ની ‘Year In review’ની યાદીમાં પીએમ મોદી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, વિરાટ કોહલી, સિદ્વાર્થ શુક્લા સહિતની પર્સનાલિટિઝે સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં વર્ષ 2017થી પીએમ મોદી ટોપ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ક્રિકેટર વિરાટ કોહલીને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. વિરાટ આ યાદીમાં બીજા ક્રમાંકે છે. આ યાદી ચર્ચામાં રહેતા લોકો તેમજ લોકોની દૈનિક સર્ચ કરવાની પ્રક્રિયા અનુસાર લેવામાં આવે છે.

આ યાદીમાં ત્યારબાદ ત્રીજા ક્રમે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. પશ્વિમ બંગાળમાં થયેલી ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને કારણે તેનું નામ ચગ્યું હતું. સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં ચોથા ક્રમાંકે સિદ્વાર્થ શુક્લા છે. સિદ્વાર્થના ચાહકોની સંખ્યા વધુ છે. આ યાદીમાં પાંચમા ક્રમાંકે રાહુલ ગાંધી છે. તે બાદ ડ્રગ્સ કેસને કારણે શાહરૂખનો લાડલો આર્યન ખાન પણ ચર્ચામાં રહ્યો હતો જે આ યાદીમાં 7માં નંબરે છે.

આ યાદીમાં સૌથી વધુ સર્ચ કરાયેલ પુરુષ સેલિબ્રિટિઝની પણ એક શ્રેણી છે જેમાં પણ સિદ્વાર્થ શુકલા ટોચ પર છે, બીજા નંબરે સલમાન ખાન છે. ત્રીજા ક્રમાંકે અલ્લુ અર્જુન છે. ચોથા સ્થાને દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર છે અને પાંચમાં ક્રમાંકે દિવંગત અભિનેતા દિલીપ કુમાર છે.

બીજ તરફ  ‘Most Searched Female Celebrities’ ની યાદીમાં કરીના કપૂરનું નામ પ્રથમ સ્થાને છે. કેટરીના કૈફ બીજા નંબરે છે. ત્યારબાદ પ્રિયંકા ચોપડાને ત્રીજા, આલિયા ભટ્ટને ચોથુ અને દીપિકા પાદુકોણને પાંચમુ સ્થાન મળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code