1. Home
  2. ગુજરાતી
  3. આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે,1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંકઃ અનુરાગ ઠાકુર 
આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે,1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંકઃ અનુરાગ ઠાકુર 

આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે,1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંકઃ અનુરાગ ઠાકુર 

0
Social Share
  • રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે
  • 1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંક
  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી  

દિલ્હી: યુવા બાબતો અને રમતગમત મંત્રાલય 1 ઓક્ટોબરથી એક મહિના માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન ચલાવશે, જેમાં 1 કરોડ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેનો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે.ગુરુવારે આની જાહેરાત કરતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,આ અભિયાન યુવા બાબતોના વિભાગ દ્વારા પ્રયાગરાજથી શરૂ કરવામાં આવશે.

ઠાકુરે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વડાપ્રધાને પંચ પ્રાણ (પાંચ ઠરાવો) વિશે વાત કરી હતી.તેમાંથી એક વિકસિત ભારતનું લક્ષ્ય હતું, જેમાં સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી સ્વચ્છ ભારત 2.0 એ અમારી પ્રાથમિકતા છે.

તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત 2.0 કાર્યક્રમનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલી સંસ્થાઓ સાથે જોડાયેલા યુવા ક્લબના નેટવર્ક દ્વારા દેશભરના 744 જિલ્લાના 6 લાખ ગામડાઓમાં કરવામાં આવી રહ્યું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code