
નવરાત્રીઃ-આસો સુદ આઠમના દિવસે પાવાગઢ શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો
- પાવગઢમાં આઠમના દિવસે ભક્તોની ભીડ
- લાખો લોકો માતાના દર્શનાર્થે આવ્યા
- 2 લાખ જેટલા શ્રધ્ધાળુંઓએ દર્શનનો લાભ લીઘો
વડોદરાઃ- દેશમાં નવલી નવરાત્રીનો મહિલા પૂર્ણ થવાને આરે છે,ત્યારે માતાના દર્શન માટે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો થઈ રહ્યો છે, ગુજરતાના સુપ્રસિદ્ધ યાત્રાઘામ અવા પાવગઠ શક્તિપીઠ ખાતે લાખો શ્રદ્ધાળુંઓએ હાજરી આપી માતાના દર્શન કરવાનો લ્હાવો લીધો છે,
વિતેલા દિવસે આઠમનો પરવ હતો, આ દિવસે પૂજા અર્ચનાનું ખાસ મહત્વ હો. છે ત્યારે આઠમા નોરતે દેવીસ્થાનનું પણ એટલુ જ મહત્વ હોય છે,આઠમના દિવસે પાવગઢ નીજ મંદિર નજીક ઉંચાઈએથી ઉતારેલો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળ્યો છે.જેમાં લાખો ભક્તો જોઈ શકાય છે.
આઠમના પર્વ પર પાવાગઠ ભક્તિમય બન્યું હતું ,2 લાખથી પણ વધુ ભક્તોએ એહીની મુલાકાત લીઘી હતી, કેટલાક શ્રધ્ધાળું ઓ પોતપોતાના વતનથી પગપાળા આવતા પણ જોવા ળ્યા હતા,ભક્તોની શ્રધ્ધા આઠમના દિવસે ભરપુર જોી શકાય હતી,અનેક લોકો દૂર દૂરથી માતારાણીના દર્શન માટે આવી રહ્યા હતા.
પાવગઢના નિજ મંદિર નજીકના પગથિયાંથી નીચે તરફ ભારે ભીડ જોવા મળી છે. વિતેલા દિવસને આસો સુદ આઠમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર પાવગઢ ખાતે ઉમટી પડ્યું હતું ,ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા હતા.આ સાથે જ સાતમના દિવસે પણ અહી એટલીજ સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.આમતો નવરાત્રીના આરંભથી જ પાવાગઢની મુલાકાતે ભક્કોની અવર દવર શરુ થઈ ચૂકી હતી જો કે સાતમ અને આઠમ નિમિત્તે અહીં શ્રધ્ધાળુંઓની ભીડ વધી હતી.