1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરજણ નજીક બે શખસોએ સીઝરો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું અપહરણ બાદ છોડી મુકાયો
કરજણ નજીક બે શખસોએ સીઝરો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું અપહરણ બાદ છોડી મુકાયો

કરજણ નજીક બે શખસોએ સીઝરો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું અપહરણ બાદ છોડી મુકાયો

0
Social Share

વડોદરાઃ કરજણ નેશનલ હાઈ વે 48 પર  કરજણ ટોલનાકા અને કિયા ગામના પાટિયા પાસે સીઝરો ઉભા રહીને રોડ પરથી પસાર થતી કારોના લોનના હપ્તા બાકી હોય એવી કારો સીઝ કરતા હોય  છે. જેમાં બપોરે કિયા ગામના પાટીયા પાસે અલ્ટો ગાડી લઈને ઊભેલા સીઝરો પર ઍક કાળા કલરની કાર આવી અને એમાંથી બે ઈસમો ઉતરીને સીઝરો પર હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમજ એમાંથી એક યુવકને માર મારી કારમાં બેસાડી કરજણ ટોલનાકા લઈ જઇ ત્યાંથી યુવકને એના ઘરે મીયાગામ લઈ ગયા બાદ યુવકને પોર લઈ જઇ પાલેજ ખાતે ઉતારી દીધો હતો. યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરના બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કરજણ તાલુકાના કિયા ગામના પાટીયા પાસે કાર લઈને ઉભેલા સીઝરો પાસે અંકલેશ્વરના એક અને એક પાતળી કંઠીના ઈસમ સીઝરો પાસે ક્રેટા કાર લાવી કહેલ મારી બૈરી એકલી ગાડીમાં હોવા છતાં તેં ગાડી રોકી, મારી બૈરીને જેમ-તેમ બોલ્યો, તમને સહેજ પણ શરમ નથી આવતી એમ કહી રિવોલ્વર કાઢી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ સીઝર મહેશભાઈ ચંદ્રસિંહ પરમારને માર મારી કારમાં બેસાડી અપહરણ કરી એના ગામ મીયાગામ લઈ જઇ મહેશની ફેંટ પકડીને કારમાંથી બહાર કાઢી ઘર પાસે ઉભો રાખી ગાળો બોલી તેની પત્નીને તારો ઘરવાળો હાઈવે ઉપર ગાડીઓ રોકે છે. તારા મીયાગામના સીઝરોને કહી દેજે કે તેને છોડાવવો હોય તો મારા ઘરે અંકલેશ્વર આવજો એમ કહી ગાડીમાં બેસાડી મીયાગામ ચોકડી પાસે કરણસિંહ સિંધાનીની ઓફિસે લઈ જઇ તે બંધ હોવાથી મહેશને પાછો કારમાં બેસાડી પોર સુધી લઈ જઇ બાદ બપોરે પાલેજ ઓવરબ્રિજ નીચે ઉતારી ભરૂચ તરફ નાસી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code