
ખાલિસ્તાની સમર્થકોનું શરમજનક કૃત્ય, હવે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસમાં લગાવી આગ, US એ ઘટનાની નિંદા કરી
દિલ્હીઃ- કેનેડા અને અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકો દ્રારા સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે 2જી જુલાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાવી દીધી હતી. જોકે, સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગ દ્વારા આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. અને નુકશાન થતા અટકાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગચંપી કરવાની ઘટના દર્શાવે છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કર્મચારીઓને કોઈ મોટું નુકસાન થયું ન હતુ. આ ઘટના અંગે સ્થાનિક, રાજ્ય અને સંઘીય સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે. તે જ સમયે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હિંસાના આ કૃત્યની સખત નિંદા કરી છે.
જો કે આ પ્રથમ વખત ભારતીય દૂતાવાસ પર હુમલો થયો તેવું નથી આ અગાઉ પાંચ મહિનામાં બીજો હુમલો થયો છે ઉલ્લેખનીય છે કે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર પાંચ મહિનામાં આ બીજો હુમલો છે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં રવિવારે સવારે 1.30 વાગ્યે આગ લાગી હતી. ત્યારે હવે ભારતે પણ આ ઘટનાની નિંદા કરી છે.
જો કે અમિરાકા દ્રારા પણ આ ઘટનાની નિંદા કરાઈ છે અમેરિકાએ તેને ગંભીર અપરાધ ગણાવ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે કથિત તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે.