
ખીરા કાકડીથી બનેલા સલાડ સાથે આ ચીજવસ્તુઓને ક્યારેય ન કરો મિક્સ
- ખીરા કાકડીની સાથે આ ચીજવસ્તુઓ ન કરવી મિક્સ
- પેટમાં થઈ શકે છે ગરબડ
- હેલ્થ એક્સપર્ટનો આ બાબતે અભિપ્રાય
હેલ્ધી રહેવા માટે અનેક પ્રકારના ડાયટને લોકો ફોલો કરતા હોય છે. ફિટનેશ માટે ડાયટમાં બિનજરૂરી વસ્તુઓ મિક્સ ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.આવામાં જાણકારો દ્વારા કહેવામાં આવે છે કે ડાયટમાં જો તમે ખીરા કાકડીને ખાતા હોય તો તેની સાથે કેટલીક પ્રકારની ચીજવસ્તુઓને મિક્સ કરવી જોઈએ નહી.
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ખીરા કાકડી પૌષ્ટિક તત્વથી ભરપૂર હોય છે. જે શરીરને હાઈબ્રેટેડ રાખે છે. ખીરામાં એક એવો ગુણ હોય છે જે વિટામિન સીને અવશોષણની સાથે અવરોધે છે. એટલા માટે ટામેટાં અને ખીરા કાકડી એકસાથે ખાવાનું ટાળવું જોઈએ.
બહુ ઓછા લોકોને ખબર હશે કે ટામેટાં અને ખીરા કાકડીને એકસાથે સર્વ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સામાન્ય રીતે લોકો ખીરા કાકડી અને ટામેટાંને મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે પણ આવું બિલકુલ ન કરવું જોઈએ.
ખીરા કાકડી અને ટામેટાં એકસાથે ખાવ છો તો ગેસ, બ્લોટિંગ, પેટદર્દ, જીવ મુંઝાવો, થાક, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.ખીરા કાકડી અને ટામેટાં એકબીજાથી ઓપોઝિટ માનવામાં આવે છે.આ બંને ચીજવસ્તુઓનો પેટમાં પાચન થવાનો સમય પણ અલગ અલગ હોય છે. એટલા માટે જો બંને એકસાથે ખાવામાં આવે તો પેટમાં જઈને અનેક પરેશાનીઓ ઉભી કરી શકે છે.