અમદાવાદમાં સ્વચ્છતા માટે કોર્પોરેશન અને એક સ્વૈચ્છિક ટ્રસ્ટ દ્વારા નવી પહેલ
અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – cleanliness drive in Ahmedabad શહેરમાં સ્વચ્છતા માટે મહાપાલિકા તથા એક સ્વૈચ્છિક ટ્રસ્ટે સંયુક્ત રીતે એક નવી પહેલ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા Swarn Lata MotherSon Trust (SLMTT) ના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં “Segregation Of Organic Waste For It’s Recycling and Treatment (S.O.R.T.) PHASE:-1 કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતા અભિયાનના પ્રણેતા
સંવર્ધન મધર-સન ગ્રુપ (Samvardhana MotherSon Group) દ્વારા CSR પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા Participatory Learning & Action Network (PLAN) ફાઉન્ડેશનની મદદથી પ્રોજેક્ટ S.O.R.T. શરૂ કરવામાં આવ્યો છે. આ માટે ઉત્પન્ન થતા કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સસ્તા દરે અને પર્યાવરણની નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, તેમાં લોક ભાગીદારીથી સોલિડ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય એ માટે પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જુઓ VIDEO: CM ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું
શું છે ઉદ્દેશ?
પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સોસાયટીઓમાં ઉત્પાદિત થતા ઘરેલું ભીના કચરાના યોગ્ય સંચાલનને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં સોસાયટીના રહીશો અને હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા સોસાયટીના પરિસરમાં જ AEROBIN મૂકી સોસાયટીમાં ઉત્પન્ન થતો લીલો કચરો, કિચન વેસ્ટ તથા ગાર્ડન વેસ્ટને AEROBINની મદદથી રિસાયકલ કરી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવશે. જે ખાતરનો ઉપયોગ તેઓ પોતાના ગાર્ડનમાં કરી શકશે.
સૂચિત યોજનાને કારણે ઘરેલું સ્તર પર કચરાના સેગ્રીગેશનને પ્રોત્સાહન મળશે અને લેન્ડફિલ્ડ સાઈટ પર કચરાનું પ્રમાણ ઘટશે તથા જન ભાગીદારી થવાને કારણે લોકોમાં કચરા પ્રત્યે સજ્ગતા વધશે અને શહેરને સ્વચ્છ રાખવામાં લોકોની ભાગીદારી પણ વધશે.
આ પણ વાંચોઃ GCCI દ્વારા “ભારતમાં ફેમિલી ઓફિસની રચના અને વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સ” પર માહિતીપ્રદ સત્રનું આયોજન
શુ થશે લાભ?
આ કાર્યક્રમના અમલીકરણ માટે દક્ષિણ પશ્ચિમ ઝોનની વિવિધ સોસાયટીઓમાં “Segregation Of Organic Waste For It’s Recycling and Treatment (S.O.R.T.)ના કર્મચારીઓ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના કર્મચારીઓ દ્વારા સોસાયટીમાં સંપર્ક કરી પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી.
જે સોસાયટીઓ સદર પ્રોજેક્ટ માટે તૈયાર થાય તેઓ સોસાયટીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી તેઓને પ્રોજેક્ટ વિશે તથા તેના ફાયદા અંગે જાણકારી આપી સહમત થયેલી સોસાયટી પાસેથી લેખિતમાં સંમતિપત્ર લેવામાં આવી રહ્યા છે.

કેટલી સોસાયટીમાં મશીન ઈન્સ્ટોલ થયું?
આવી દરેક સોસાયટીમાં સોસાયટીની જરૂરિયાત મુજબ AEROBIN PLAN ફાઉન્ડેશન વતી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તેમજ તે સોસાયટીના રહીશો તેમજ હાઉસકીપિંગ સ્ટાફને AEROBIN ઓપરેટ કરવા માટેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
હાલમાં દક્ષિણ પશ્ચિમ ઝોનની નક્કી કરેલી ૧૨ સોસાયટી પૈકી ૦૬ સોસાયટી બાપાશ્રી એવન્યુ, આપકર વિહાર, પર્લ એપાર્ટમેન્ટ, શરણમ ૧૨, નીલકંઠ એલીગન્સ, સપર્ણા એપાર્ટમેન્ટમાં AEROBIN ઇન્સ્ટોલ કરી પ્રોજેક્ટ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


