1. Home
  2. ગુજરાતી
  3. NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી
NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી

NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી

0
Social Share
  • NIAએ મું અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
  • એક બેંગુલુરુથી અને એકને થાણેથી કપડવામાં આવ્યો

દિલ્હીઃ-  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારની સાંજે અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને દબોચ્યા હતા. અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને દેશમાં આતંકવાદી કૃત્યો કરવા માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ઉશ્કેરવા સંબંધિત કેસમાં આ બન્નની ધરપકડ કરવામાં આવી છે.

આ બન્ને શંકાસ્પદોની બેંગ્લોર અને થાણેથી આરોપીની ધરપકડ કરી છે. આરોપ છે કે આ શકમંદો વિદેશમાં બેઠેલા પોતાના આકાઓના આદેશ પર દેશમાં આતંકવાદી નેટવર્ક ચલાવી રહ્યા હતા.ધરકપડ કરાયેલા લોકોમાં બેંગલુરુના રહેવાસી મોહમ્મદ આરીફ અને મહારાષ્ટ્રના રહેવાસી હમરાજ વર્શીદ શેખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા વિદેશી-આધારિત હેન્ડલર્સ સાથે ઓનલાઈન સંપર્કમાં હતા. બેંગલુરુના થાનિસાન્દ્રા અને મહારાષ્ટ્રના પાલઘર-થાણેમાં સર્ચ દરમિયાન બેને શનિવારે પૂછપરછ માટે લેવામાં આવ્યા હતા.

વિતેલા દિવસને રવિવારે ભારત અને વિદેશમાં સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવાના અને હિંસા, આતંકવાદના કૃત્યોમાં સામેલ થવા માટે ઉશ્કેરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વિદેશી હેન્ડલર્સ સાથે ઓનલાઈન સંપર્કમાં હતા.પોતાની આતંકવાદી ગતિવિધિઓને આગળ વધારવા માટે અફઘાનિસ્તાન જવાની પણ વિસ્તૃત યોજના બનાવી હતી. 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code