BJP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, પદભાર સંભાળ્યો
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે.લક્ષ્મણએ આ જાહેરાત કરી હતી.
— Nitin Nabin (@NitinNabin) January 20, 2026
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11.30 વાગે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત અન્ય આગેવાનોએ પણ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળતા પહેલા નીતિન નબીન સવારે પહેલા મંદિર ગયા હતા. જે બાદ ગુરુદ્વારામાં માથુ ટેકવા ગયા હતા. નીતિન નબીન બિનહરીફ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચુંટાયાં છે. ગઈકાલે તેમણે ભાજપના આગેવાનોની હાજરીમાં ઉમેદાવારી ફોર્મ ભર્યું હતું. તેમના સમર્થનમાં 37 પ્રસ્થાવ આવ્યાં હતા.


