
સમગ્ર દેશમાં NRCનો અમલ કરવા મુદ્દે હજુ સુધી નથી લેવાયો કોઈ નિર્ણયઃ કેન્દ્ર સરકાર
દિલ્હીઃ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એટલે કે એનઆરસીને લાગુ કરવા માટે સરકારની શું તૈયારી છે. જેને લઈને સંસદના શિયાળુ સત્રમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગૃહ મંત્રાલય દ્વારા ફરી એક વાર કહેવામાં આવ્યું છે. એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ પહેલા પણ આ એનઆરસીને અમલમાં મુકવામાં લઈને સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો.
દેશમાં એનઆરસીની સ્થિતિને લઈને ટીએમસીના સાંસદ માલા રોયએ સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયએ જવાબ પ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તર ઉપર ભારતીય નાગરિકના રાષ્ટીય રજિસ્ટર તૈયાર કરવાને લઈને કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો. તેમણે કહ્યું હતું કે, અસમમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે એનઆરસીને સામેલ અને સામેલ નહીં કરેલા લોકોની યાદી 31મી ઓગસ્ટ 2019ના રોજ જાહેર કરી દેવામાં આવી હતી.