
કોરોનાની રસી માટે કોઈને દબાણ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોના રસીકરણ મુદ્દે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, પરંતુ કોઈને રસી આપવા દબાણ કરી શકાય નહીં. આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારોએ કોવિડની રસી નહીં લેનાર વ્યક્તિઓને જાહેર સુવિધાઓનો ઉપયોગ કરતા અટકાવી શકાય નહીં. કોર્ટે વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા સાર્વજનિક કરવા પણ કહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 189 કરોડથી વધારે કોવિડના ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં યુખ્તવયના લોકો ઉપરાંત 6થી 18 વર્ષના બાળકોને પણ રસીકરણથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા લોકોને ફ્રીમાં રસી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની પ્રથમ અને બીલી લહેરમાં અનેક લોકોના મૃત્યુ થયાં હતા. જો કે, કોરોનાની ત્રીલી જહેર પહેલા દેશમાં મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં હતા. જેથી ત્રીજી લહેરમાં મોટી જાનહાની થઈ ન હતી.