1. Home
  2. ગુજરાતી
  3. પર્યાવરણના મામલે દુનિયામાં નંબર વન દેશ છે નોર્વે, જાણો કેમ!
પર્યાવરણના મામલે દુનિયામાં નંબર વન દેશ છે નોર્વે, જાણો કેમ!

પર્યાવરણના મામલે દુનિયામાં નંબર વન દેશ છે નોર્વે, જાણો કેમ!

0
Social Share

આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) પર નજર રાખનારા યુએનના વૈજ્ઞાનિકોએ ઓક્ટોબર 2018માં ચેતવણી આપી હતી કે જો કડક પગલાં ન લેવામાં આવ્યા તો વધતા જતા તાપમાનને કારણે 2040 સુધી ભયંકર પૂર, દુષ્કાળ અને જંગલની ભીષણ આગનો સામનો કરવો પડી શકે છે.

ક્લાઇમેટ ચેન્જના ખતરાઓને પહોંચી વળવા માટે વૈશ્વિક સમુદાયે એક લાંબી સફર ખેડવાની છે, પરંતુ ગુડ કન્ટ્રી ઇન્ડેક્સ પ્રમાણે કેટલાક દેશ તેમાં સકારાત્મક યોગદાન આપી રહ્યા છે.

આ સૂચકાંકનો ઉદ્દેશ ધરતી અને તેની આબોહવા પર અલગ-અલગ દેશોના પ્રભાવને માપવાનો છે. તેને તૈયાર કરનારા સ્વતંત્ર નીતિ સલાહકાર સિમોન એન્હોલ્ટ જણાવે છે, “ભૂમંડલીકરણ અને પારસ્પરિક નિર્ભરતાના યુગમાં દરેક ચીજનો આખી વ્યવસ્થા પર અસર પડે છે, પછી તે તાત્કાલિક હોય કે મોડેથી થાય.”

તેમણે કહ્યું, “હું પહેલા એવો ઇન્ડેક્સ બનાવવા માંગતો હતો જેનાથી એ માપી શકાય કે કોઈ દેશની તેની સરહદોની બહાર સમગ્ર માનવજાત અને ધરતી પર શું અસર પડે છે.”

આ સૂચકાંકના ટોપ 10 રેન્કિંગમાં યુરોપીય દેશોનો દબદબો છે, પરંતુ દુનિયાભરના ઘણા દેશ પર્યાવરણ પર પોતાના નકારાત્મક પ્રભાવને ઓછો કરવાની સફળ કોશિશ કરી રહ્યા છે.

ધરતી અને જળવાયુના સંરક્ષણ માટે સકારાત્મક યોગદાન આપનારા દેશોની લિસ્ટમાં નોર્વે અવ્વલ નંબર પર છે. પર્યાવરણ માટે તેણે ઘણા પગલાં લીધા છે.  

નોર્વેના લોકોએ સૌથી વધુ ઇલેક્ટ્રિક કારો અપનાવી છે અને સરકારે શપથ લીધી છે કે 2030 સુધી આ દેશ એ મુકામ પર પહોંચી જશે જ્યાંથી તે પર્યાવરણને કોઈ ક્ષતિ નહીં પહોંચાડે.

પ્રકૃતિ સાથે આ દેશનો સંબંધ નીતિઓથી કરતા પણ આગળ સુધી છે. નોર્વેના લોકોએ ખુલ્લામાં રહેવાની અવધારણાને અપનાવી છે. તેઓ તંદુરસ્ત અને ખુશ રહેવા માટે ઘરની બહાર સમય વીતાવવાના મહત્વને સમજે છે.  

નોર્વેમાં બાઇક શેરિંગ પ્રોગ્રામ ચલાવનારી કંપની ‘અર્બન શેરિંગ’ના સંસ્થાપક અને સીઇઓ એક્સેલ બેન્ટસેન કહે છે, “આ અમારી સંસ્કૃતિનો હિસ્સો છે. ઘણા લોકો માટે આ ધર્મ જેવું છે.”

“અમે દરેક ઋતુમાં ઘરની બહાર સમય વીતાવીએ છીએ. અમારા બાળકો બહાર એક નાનું ઝોકું પણ મારી લે છે. રાજધાની ઓસ્લો આ મામલે અદ્વિતીય છે કે તમે અહીંયા સીધા જંગલમાંથી આવ-જા કરી શકો છો.”

2019માં યુરોપીય આગોયે જળમાર્ગ બહાલ કરવા, સાયક્લિંગ અને સાર્વજનિક પરિવહનમાં ઇન્વેસ્ટ કરવા અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનને ટ્રેક કરવાની રીતો શોધવા માટે ઓસ્લોને યુરોપનું ગ્રીન કેપિટલ જાહેર કર્યું હતું.

આ શહેરે પોતાના કેન્દ્રીય હિસ્સાને કારમાંથી મુક્ત કરી દીધો છે. પાર્કિંગ સ્પેસને હટાવીને ત્યાં પગપાળા ચાલનારાઓ અને બાઇક માટે વધારે જગ્યા બનાવવામાં આવી છે. નોર્વેની ઘરેલુ ઊર્જાની જરૂરિયાતોનો 99 ટકા હિસ્સો હાઇડ્રોઇલેક્ટ્રિસિટીથી પૂરો થાય છે, તેમ છતાંપણ આ દેશ એક પ્રમુખ તેલ ઉત્પાદક અને નિકાસકાર છે જે એક વિવાદાસ્પદ રાજકીય મુદ્દો બની ચૂક્યો છે.

બ્રિટનના ડેવિડ નિકેલ 2011થી નોર્વેમાં રહે છે અને ત્યાંના જીવન પર બ્લોગ લખે છે. તેઓ પૂછે છે, “શું તેલ અને ગેસનું સતત ઉત્પાદન અને નિકાસ યોગ્ય છે? કારણકે તેનાથી પર્યાવરણીય માળખા પર ખર્ચ કરવા માટે ખૂબ બધો પૈસો મળે છે.”

“ઘણા લોકો વિચારે છે કે આ ખર્ચ બીજા શહેરો અને દેશોને પ્રેરિત કરશે અને આખરે એક હરિયાળી દુનિયા બનશે. પરંતુ અન્ય ઘણા લોકો વિચારે છે કે આ બેવડો માપદંડ છે. એ તમારા પર નિર્ભર છે કે તમે તેમાંથી શું સાચું સમજો છો.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code