
હવે જો તમારી કાર 15 વર્ષ જૂની છે તો આ સમાચાર તમારા માટે – કેન્દ્રનો નિર્ણય રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય, 1લી એપ્રિલથી થશે લાગુ
- કેન્દ્રનો મહત્વનો નિર્ણય
- 15 વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન થશે રદ
દિલ્હીઃ- દેશમાં દિવસેને દિવસે પ્રદુષણનું સ્તર વધતુ જઈ રહ્યું છે ત્યારે વધતા પ્રદુષમમાં સૌથી મહત્વનો ફઆળઓ જૂના વાહનોનો પણ છે ત્યારે હવે પ્રદૂષણને રોકવા માટે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે દેશમાં ચાલતા તમામ 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારનો આ આદેશ 1 એપ્રિલ 2023થી લાગુ ગણવામાં આવશે. આદેશનો અમલ કરવા માટે પ્રથમ તબક્કામાં સરકારી વાહનો હટાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રદૂષણ નિયંત્રણ અને પરિપત્ર અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
જારી કરવામાં આવેલા નોટીફેકેશન પ્રમાણે 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છએ કે જે 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રિન્યુઅલના આધારે લંબાવવામાં આવ્યું છે, તે પણ આપોઆપ રદ ગણાશે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા વાહનોનો રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર પર નિકાલ કરવો જરુરી બનશે.આ પહેલા કેન્દ્રીય પરિવહન અને માર્ગ નિર્માણ મંત્રી નીતિન ગડકરીએ પોતે કહ્યું હતું કે 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે.