
હવે ઉત્તર ઈટલીમાં પણ કોરોનાના નવા ભારતીય વેરિએન્ટની થઈ પુષ્ટિઃ બે કેસ આવ્યા સામે
- ઈટલીમાં જોવા મળ્યો કોરોનાનો ભારતીય વેરિએન્ટ
- ભારત બાદ હવે ઈટલીમાં આ વેરિએન્ટના બે કેસ નોંધાયા
- પિતા પુત્રી બન્ને ભારતથી પરત ફર્યા હતા
દિલ્હીઃ- ભારત દેશ હાલ ખૂબજ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી લોકો જીવ ગુમાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક દેશોમાં ભારતીય વેરિએન્ટ મળવાની પૃષ્ટિ કરવામાં આવી હતી, ત્યારે હવે કોરોનાનો આ નવો પ્રકાર ઉત્તર ઇટલીમાં જોવા મળ્યો છે.
ઇટલીમાં ભારતીય વેરિએન્ટના બે કેસ સામે આવ્યા છે. એક પિતા અને પુત્રી તાજેતરમાં ભારતથી પરત ફર્યા છે, જેમાં આ કોરોનાના નવા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. ઇટાલિયન સરકારે વાયરસથી પ્રભાવિત દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યા બાદ વાયરસની પુષ્ટિ થઈ છે.
વેનેટો પ્રદેશના પ્રમુખ લુકા જિયાએ કહ્યું કે આજે બૈસનો શહેરમાં આપણી પાસે બે દર્દીઓ જોવા મળ્યા છે.જે બે ભારતીયો છે.ઉલ્લેખનીય છે કે, બાસેનો વિસેંઝા પ્રાંતમાં વેનિસથી આશરે 65 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે.
આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરાન્ઝાએ રવિવના રોજરે છેલ્લા 14 દિવસમાં ઇટાલીમાં પ્રવેશેલા તમામ લોકો પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ભારતથી પરત ફરેલા પિતા પુત્રીમાં આ ભાકરતીય વેરિએન્ટ જોવા મળ્યો હતો જેને લઈને હાલ બન્ને દર્દીઓને આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
સાહિન-