
- હવે કિશ્તવાડ બાદ રાજોરીમાં પણ થશે કેસરની ખેતી
- રાજોરીમાં કેસરના ખેતરમાં ફૂલો આવતા લોકો આશ્ચર્ય પામ્યા
શ્રીનગરઃ- સામાન્ય રીતે કેસરની ખેતી કરવા માટે ખાસ જમીનનું હોવું અનિવાર્ય છે.ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરના રાજોરી જિલ્લામાં એક તેમના ખેતરોમાં કેસરની સફળતાપૂર્વક ખેતી કરી છે.આ ખેતરમાં ખીલેલા જાંબલી-નારંગી ફૂલો જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે.
જમ્મુના કિશ્તવાડ ક્ષેત્રમાં કેસરની ખેતીથી પ્રભાવિત થઈને રાજોરી પ્રશાસને પણ પોતાના જિલ્લામાં કેસરની ખેતી કરવાનું વિચાર્યું હતું અને તેમાં તેઓને સફળતા પણ મળી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણના પમ્પોર વિસ્તાર સિવાય કેસરની ખેતી ખીણની બહાર માત્ર કિશ્તવાડ જિલ્લામાં જ અત્યાર સુધી થતી આવી છે.
કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વિશાલ ચંદ્ર શર્મા પહેલા જીવન જરૂરિયાતોને પહોંચી વળવા ઘઉં અને મકાઈની ખેતી કરતા હતા, પરંતુ હવે તેઓ વધુ આવક મેળવવા અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમના ખેતરોમાં કેસરની ખેતી કરી રહ્યા છે.
રોજારીમાં કેસરની ખેતીનો આરંભ કરનારા ખેડૂત એવા ખેડૂત વિશાલ ચંદ્ર શર્માએ કહ્યું કે આ એક સપનું હતું જે સાકાર થયું છે. તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે અહી કેસરની ઉપજ થશે,પરંતુ જમ્મુ-કાશ્મીરના નવા વિસ્તારોમાં કેસરની ખેતી કરવામાં સફળતા મળી છે. કેસરની ખેતી માટે પ્રેરિત કરવા બદલ તેમણે રાજોરી જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ખેડૂતે 15 મરલામાં કેસરની ખેતી કરવા માટે સમજાવવામાં આવ્યા હતા જેના માટે કૃષિ વિભાગ દ્વારા પમ્પોર કાશ્મીરમાંથી કેસરના બીજ ખરીદવામાં આવ્યા હતા. બિયારણ ઉપરાંત ખાતર, મજૂરી ખર્ચ, નીંદણનાશક દવાઓ વગેરે જેવી અન્ય કેટલીક સહાય પણ તેમને પૂરી પાડવામાં આવી હતી. કેસર ઉગાડવાનો કોઈ પૂર્વ અનુભવ ન હોવાથી, કિશ્તવાડના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી જેમણે શર્માને કેસરની ખેતીમાં મદદ કરી હતી.કારણ કે આ વિસ્તારમાં આ પહેલા ક્યારેય કેસરની ખેતી કરવામાં આવી ન હતી, ત્યારે હવે હવેથી આ જીલ્લામાં પણ કેસરની ખેતી થઈ શકે ચે તે વાત સાબિત થઈ ચૂકી છે.