1. Home
  2. ગુજરાતી
  3. હવે નેહરુ સંગ્રાહલયનું  નામ બદલાશે પીએમ મ્યુઝિમ તરીકે મળશે નવી ઓળખ – 14 એપ્રિલે પીએમ મોદી કરશે ઉદ્ધાટન
હવે નેહરુ સંગ્રાહલયનું  નામ બદલાશે પીએમ મ્યુઝિમ તરીકે મળશે નવી ઓળખ – 14 એપ્રિલે પીએમ મોદી કરશે ઉદ્ધાટન

હવે નેહરુ સંગ્રાહલયનું  નામ બદલાશે પીએમ મ્યુઝિમ તરીકે મળશે નવી ઓળખ – 14 એપ્રિલે પીએમ મોદી કરશે ઉદ્ધાટન

0
Social Share
  • નેહરું સંગ્રાહલયનું નામ બદલાયું
  • હવે આ સંગ્રાહલય પીએમ મ્યૂઝિયમ તરીકે ઓળખાશે
  • પ્રધાનમંત્રી મોદી કરશે ઉદ્ધાટન

દિલ્હીઃ-  તાજેતરમાં જ કેન્દ્રએ ઘણા સ્થળોના નામ બદલ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે નેહરુ સંગ્રાહલયનું નામ પણ બદલવાનો નિર્ણ. લીધો છે.આ સાથએ જ આ સંગ્રાહલય નવા નામ પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો સાચવવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે.

ઉલ્લેખનીય છે કે આજ રોજ પીએમ મોદી, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી  અમિત શાહ આજે નવી દિલ્હીમાં આંબેડકર સેન્ટર ખાતે સંસદીય દળની બેઠકમાં ભાગ લીઘો હતો.

પીએમ મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાનના સંગ્રહાલયમાં તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે તમામ વડાપ્રધાનોના યોગદાનને માન્યતા આપવામાં આવે.

મીડિયા એહવાલ પ્રમાણે પીએમ મોદીએ બીજેપી સાંસદોને બીઆર આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લેવા પણ  જણાવ્યું હતું. બીઆર આંબેડકરની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય રાજધાનીમાં 14 એપ્રિલે બીઆર આંબેડકર મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન થવાનું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code