1. Home
  2. ગુજરાતી
  3. હવે ‘મેગી આઇસક્રીમ રોલ’ની રેસિપીએ સોશિયલ મીડિયા પર લોકોને માથું પકડવા પર કર્યા મજબુર
હવે ‘મેગી આઇસક્રીમ રોલ’ની રેસિપીએ સોશિયલ મીડિયા પર લોકોને માથું પકડવા પર કર્યા મજબુર

હવે ‘મેગી આઇસક્રીમ રોલ’ની રેસિપીએ સોશિયલ મીડિયા પર લોકોને માથું પકડવા પર કર્યા મજબુર

0
Social Share
  • માર્કેટમાં આવ્યો મેગી આઈસ્ક્રીમ રોલ
  • વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
  • લોકોએ કહ્યું- બસ કરો ભાઈ!દિલ પર લાગે છે

ગ્રાહકોને આકર્ષવા માટે આ દિવસોમાં સ્ટ્રીટ ફૂડ વેંડર્સ ફૂડસ સાથે અનોખા પ્રયોગ કરી રહ્યા છે. કોઈ ફેન્ટામાં મેગી બનાવીને લોકોને ચોંકાવી રહ્યું છે તો કોઈએ રૂહ અફઝા સાથે ચા બનાવીને લોકોને ચોંકાવી દીધા છે.લોકોની પ્રિય મેગી સાથે તો પ્રયોગો પુરા થતા જ નથી. હવે ‘મેગી આઇસક્રીમ રોલ’ની રેસિપીએ સોશિયલ મીડિયા પર લોકોને માથું પકડવા પર મજબુર કરી દીધા છે. આ રેસિપીનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.એક યુઝરે ગુસ્સામાં કહ્યું, હવે બસ કરો ભાઈ! અહીં દિલ પર લાગી આવે છે.

‘મેગી આઈસ્ક્રીમ રોલ’ રેસિપીનો આ વીડિયો સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિક્રેતા પહેલા ઘણી તૈયાર મેગી લે છે.આ પછી, તેના પર ઘણું મલાઈનું દૂધ રેડવાથી તે બધું મિક્સ થઈ જાય છે.પછી તેને ફ્રીઝર પર ફેલાવી અને તેના રોલ બનાવી લે છે. આ વિડિયો જોયા પછી આઈસ્ક્રીમ પ્રેમીઓ પોતાની જાત પર કાબૂ રાખી શકશે નહીં.તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

આ અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશન રેસિપીનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘આ મેગીની શક્તિનો દુરુપયોગ છે, માતા.’ જો કે આ વીડિયો જોયા બાદ જ્યાં મોટાભાગના યૂઝર્સ ગુસ્સે થયા છે ત્યાં ઘણા લોકોએ તેના પર ફની રિએક્શન પણ આપ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘આ અમુક ડેર ગેમનો ભાગ હોવો જોઈએ.’ તો અન્ય એક યુઝરે કહ્યું કે,તે પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતો.યુઝરે લખ્યું છે કે, ‘કોઈક મારી આંખોમાં પવિત્ર પાણી છાંટો.’ તેવી જ રીતે, મોટાભાગના યુઝર્સ આ રેસીપી જોઈને ચોંકી ગયા છે. એકંદરે આ વીડિયો જોયા પછી લોકોના મગજ બગડી ગયા છે. દરેક વ્યક્તિ મેગી પર અત્યાચાર ગુજારવાની વાત કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code