
દેશમાં બનવા જઈ રહ્યું છે સંપૂર્ણ ‘રોબર્ટ’ સંચાલીત ડેરી ફાર્મ – દેશનું પ્રથમ હાઈટેક ફાર્મા બનશે હિમાચલ
- હવે રોબર્ટ કરશે ડેરી ફઆર્મનાનું સંચાલન
- હિમાચલ પ્રદેશમાં રોબર્ટ સંચાલીત ડેરી ફઆર્મ ખુલશે
- આ દેશનું પ્રથમ હાઈટેક ડેરી ફાર્મ હશે
શિમલાઃ- 21મી સદી ટેકનોલોજીની સદી કહીએ તો પણ ખોટૂ ન કહેવા. દેશમાં ટેકનોલોજીના કારણે અનેક કાર્યો સરળ બન્યા છે,જેમાં ખાસ કરીને રોબર્ટ ક્ષેત્રની ચેકનોલોજીમાં અવનવા પ્રયાસો હેછળ આપણાને સફળતા મળી રહી છે, તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદ શહેરમાં રોબોટોનિક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યા આપણા પ્રવેશતા જ રોબર્ટ આપણું સ્વાગત કરે છે, આ તો ઠીક છે પરંતુ હવે ડેરી ફાર્મ પણ રોબર્ટ સંચાલીત કરશે, આ વાત સાંભળીને આપણાને ચોક્કસ નવાઈ લાગશે.
દેશના રાજ્ય હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના બાસલ, ગ્રામ પંચાયતમાં આવા ડેરી ફાર્મ ખુલવા જઈ રહ્યું છે, કે જ્યાં રોબોટ્સ મનુષ્યને બદલે દુધાળા પ્રાણીઓમાંથી દૂધ કાઢશે. રોબોટ્સની મદદથી સમગ્ર ડેરી ફાર્મ ચલાવવામાં આવશે. ગાયોને ચારો નાખવાથી લઈને તેનું છાણ હટાવવું અને તેને દૂધ નિકાળશવાનું કામ અન્ય મશીનરી દ્વારા જ કરવામાં આવશે.
આ માટે પશુપાલન વિભાગ કેન્દ્ર સરકારનું સેન્ટર ઓફ એક્સીલેંસ ડેરી ફાર્મ હિમાચલના બસાલમાં સ્થાપવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ 44 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જે 10 હેકટર જમીનમાં બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્ય માટે 38 કરોડ રુપિયા પણ જાહેર કરાયા છે. આ પૈસાથી રોબોટ્સ પણ ખરીદવામાં આવશે.
હાલ ડેરી ફાર્મ માટે જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે. આ ડેરી ફાર્મ રાજ્યનું આ પ્રકારનું પ્રથમ હાઇટેક ફાર્મ હશે. આ સાથે પશુપાલન, નિષ્ણાંતો અને ડોકટરોને તાલીમ આપવા માટે વિશેષ તાલીમ સંસ્થા પણ બનાવવામાં આવશે. આ ફાર્મમાં 300 જેટલી દેશી ઉચ્ચ જાતિની ગાયો રાખવામાં આવશે. જેમાં રેડ સિંધી, થારપારકર, સાહિવાલ, ગીર અને કોકરેન્ઝ ગાયનો સમાવેશ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે આ હાઇટેક ડેરી ફાર્મ અને તાલીમ કેન્દ્રનું કામ એક વર્ષમાં શરૂ થઈ શકે છે. વિભાગીય અધિકારીઓના જણાવ્યા મુજબ પશુપાલન વિભાગના નામે જલદી જ ડેરી ફાર્મ અને તાલીમ કેન્દ્રની કામગીરી પહેલા પૂર્ણ કરવામાં આવશે. તેની સાથે અન્ય કામગીરી પણ અમલમાં મૂકવામાં આવશે.આ પ્રોજેક્ટ 44 કરોડના બજેટમાં તૈયાર થશે. તેમાંથી 38 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલન વિભાગ ઉના જીલ્લાને આપવામાં આવી ચૂક્યા છે.