
ચૂંટણીપંચની મહત્વની જાહેરાત – હવે 17 વર્ષે જ યુવાઓ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે ,18 વર્ષની રાહ નહી જોવી પડે
- મતદાન યાદીમાં નામ નોંધાવા માટે 18 વર્ષ પુરા થવા હવે જરુરી નહી
- 17માં વર્ષે તમે નામની નોંધણી કરાવી શકશો
દિલ્હી- મત આપવાન ોઅધિકાર 18 વર્ષ પુરા થયેલા લોકોને હોય છે અટલે કે આપણા દેશમાં ચૂંટણીકાર્ડ કઢાવવા માટેની વય મર્યાદા 18 વર્ષની નક્કી કરવામાં આવી છે પરંતુ હવે 17 વર્ષના યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે.
આ બાબતે આજરોજ ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે 17 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો હવે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે પહેલાથી અરજી કરી શકશે. હવે યુવાનોએ યાદીમાં નામ નોંધાવવા માટે પૂર્વ-જરૂરી માપદંડોની રાહ જોવી પડશે નહીં.
હવેથી અરજી કરવા માટે તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે વર્ષના પ્રથમ દિવસે 18 વર્ષના થઈ જશે તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી શકે છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ તમામ રાજ્યોના સીઈઓ, ઈઆરઓ અને ઈરોને આ સુવિધા પૂરી પાડવા માટે ટેકનિકલ વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યો છે જેથી કરીને યુવાનો 18 વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં તેઓ. મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી કરી શકે,આ સાથે જ કમિશને કહ્યું છે કે હવે યુવાનો વર્ષમાં ત્રણ વખત એટલે કે 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરથી અરજી કરી શકશે. આ માટે તમારે 1 જાન્યુઆરી સુધી રાહ જોવાની જરૂર નથી.