
ઓ છે એક એવો દેશ જ્યાં મોબાઈલ અને ટીવી વાપરવા પર છે બેન, જાણો તેના પાછળનું શું છે ખાસ કારણ
આજનો સમય ડિજીટલ સમય છે ફોન ટીવી જેવી બાબત સામાન્ય છે ,જો કે વિશ્વમાં એક શહેર એવું પણ છે જ્યા સ્માર્ટ રહેવા માટે સ્માર્ટફોન જરૂરી નથી.જો કે વિશ્વના લગભગ દરેક દેશ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યાં એક શહેર એવું છે કે ત્યા તમે ઇન્ટરનેટ, ટીવી, મોબાઇલ ફોન અને દૂરથી સંચાલિત વાહનોનો ઉપયોગ કરી શકતા નથી. આ શહેરમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
આ શહેર આવુેલું છે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં ,ન્યૂયોર્ક ટાઈમ્સના એહવાલ મુજબ જો વાત કરીએ તોઆ શહેર અમેરિકામાં આવેલું છે. આ શહેરનું નામ ગ્રીન બેંક સિટી છે. આ શહેરમાં 150 થી વધુ લોકો રહે છે. જો તમે ઈન્ટરનેટ કે વાઈ-ફાઈનો ઉપયોગ કરતા જોવા મળે તો તમને જેલ પણ થઈ શકે છે.
છેવટે, તમે પણ વિચારી રહ્યા હશો કે આ શહેરમાં ઇન્ટરનેટ અને ફોન ચલાવવા પર પ્રતિબંધ શા માટે છે. તો તેની પાછળ એક મોટું કારણ છે. ખરેખર, આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ છે. તેને ગ્રીન બેંક ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાનું સંશોધન કેન્દ્ર આ શહેરમાં છે. આ ટેલિસ્કોપની મદદથી વૈજ્ઞાનિકો અવકાશ વિશે માહિતી મેળવે છે. તેની સાથે જ તેઓ પૃથ્વી પરથી સિગ્નલ પણ મોકલે છે જેથી અવકાશમાંથી કોઈપણ માહિતી મેળવી શકાય. તે જ સમયે, આ ટેલિસ્કોપમાં એટલી ક્ષમતા છે કે તે 13 અબજ પ્રકાશ વર્ષ દૂરથી પણ અવાજને પકડી શકે છે.
ઈન્ટરનેટ અને મોબાઈલ સિગ્નલને કારણે સંશોધનમાં ખલેલ પડી શકે છે. જેના કારણે અહીં ઈન્ટરનેટ, ટીવી, વાયરલેસ કનેક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ટેલિસ્કોપ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું મોટું છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના સમાચાર મુજબ અહીંનું જીવન ખૂબ જ સાદું છે. આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની કોઈ માહિતી અહીંના લોકોને નથી.
ઈન્ટરનેટના અભાવે અહીંના લોકો ઘણી બધી બાબતોથી અજાણ છે. આધુનિક યુગમાં બાળકો રીલ વિશે, સોશિયલ મીડિયા વિશે બહુ ઓછું જાણે છે. ઇન્ટરનેટના નામે બ્રોડબેન્ડ કનેક્શન છે, જેમાં ઘણો સમય લાગે છે.યુએસ સરકારે 1958માં ગ્રીન બેંક ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરી હતી. ત્યારથી આજદિન સુધી અહીં સંશોધન કાર્ય થાય છે. સંશોધનમાં કોઈ અડચણ ન આવે તે માટે સરકારે સમગ્ર વિસ્તારને રેડિયો તરંગોથી મુક્ત બનાવ્યો છે.