
ઓક્સિજનનો અભાવ થશે દૂરઃ- પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે
- પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન બનાવાશે
- ઓક્સિજનનો અભાવ થશે દૂર
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રફ્તાર પકડી છે ત્યારે દેશમાં ઓક્સિજનની મોટા પ્રમાણમાં અઠત વર્તાઈ રહી છે ,કોરોનાના દર્દીઓ અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હવે આ ઓક્સિજનની અછત દૂર કરવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.કેન્દ્ર સરકારે કહ્યું કે. દેશમાં પીએમ કેર ફંડમાંથી સરકારી હોસ્પિટલોમાં એકથી વધુ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
આ બાબતે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પીએમ મોદીએ પીએમ કેર ફંડમાંથી દેશમાં 551 મેડિકલ ઓક્સિજન બનાવતા પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. પીએમઓએ કહ્યું કે, પીએમ મોદીએ હોસ્પિટલોમાં ઓક્સિજનની માત્રા વધારવાના આદેશ મુજબ પીએમ કેર ફંડમાંથી 551 મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ભંડોળ ફાળવવા મંજૂરી આપવામાં આવી છે.
પીએમઓ એ જારી કરેલા નિવેદન મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપી છે કે આ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સને વહેલી તકે શરૂ કરવામાં આવે. પીએમ કેર ફંડમાંથી ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા મુખ્યાલય ખાતે ઓળખાતી સરકારી હોસ્પિટલોમાં સ્થાપવામાં આવશે.
સાહિન-