
બ્રિટનમાં પાકિસ્તાનને દંડ ફટકારાયો – ઉચ્ચઆયોગના ખાતામાંથી 450 કરોડ રુપિયા નિકાળવાનો આદેશ અપાયો
દિલ્હીઃ-બ્રિટિશ હાઈકોર્ટે લંડનમાં પાકિસ્તાન હાઇ કમિશનના ખાતામાંથી રૂ .450 કરોડનો દંડ કરવાનો આદેશ આપ્યો છે. આ દંડ રાષ્ટ્રીય હિસાબખાતા બ્યુરો (એનએબી) દ્વારા વિદેશી સંપત્તિ સંગ્રહ કંપની બ્રોડશીટ એલએલસીને ચૂકવણી નહીં કરવાના બદલામાં લાદવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પરથી આ માહિતી મળવા પામી છે.
પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ યુનાઇટેડ બેંક લિમિટેડ યુકેએ 29 ડિસેમ્બરે કોર્ટના આદેશ બાદ પાકિસ્તાન હાઇ કમિશનને પત્ર લખ્યો હતો. પત્રમાં હાઈકોર્ટના 2 કરોડ 87 લાખ 6 હજાર 533 ડોલરના ચુકવણીના આદેશનું પાલન કરવા માટે ડેબિટ એકાઉન્ટની વિગતો સાથે લેખિત ચુકવણીના સૂચનો આપવા વિનંતી કરવામાં આવી હતી.
બેંકે હાઇ કમિશનને એમ પણ કહ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં લેખિત ચુકવણીની સૂચનાઓ નહીં મળે તો, કોર્ટના આદેશમાં નિર્ધારિત ચુકવણીની રકમ વસૂલવા માટે હાઇ કમિશનના ખાતામાંથી એકપક્ષી ઉપાડ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
સુત્રો પાસેથી મળતી માહ્તી પ્રમાણે, લગભગ 450 કરોડ રૂપિયાની રકમ યૂબીએલ બ્રિટનના એક ખાતામાં પડી હતી,જે બ્રિટનમાં પાકિસ્તાન હાઈ કમિશનના નામે સંચાલીત છે,બ્રિટિશ હાઇકોર્ટના આદેશ અનુસાર , પેનલ્ટી ચુકવણી 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ. જો કે, પાકિસ્તાની વિદેશી ઓફિસના અધિકારીઓએ કહ્યું હતું કે હજી સુધી બેંક ખાતાઓમાંથી નાણાં કાપવામાં આવ્યા નથી.