
પાકિસ્તાન: ઈશનિંદાના આરોપમાં ભીડે મહિલાને ઘેરી, મહિલા પોલીસ અધિકારીએ આવી રીતે બચાવ્યો જીવ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ધર્મ અથવા પયગમ્બર હજરત મોહમ્મદના અપમાનના આરોપમાં કોઈ વ્યક્તિ પર ઉગ્ર ભીડનો હુમલો કોઈ નવી વાત નથી. રવિવારે લાહોરના અછરા બાજાર વિસ્તારમાં કેટલાક લોકોએ એક મહિલા પર ઈશનિંદાનો આરોપ લગાવતા તેને ઘેરી લીધી હતી. આ આક્રોશિત ભીડનો આરોપ હતો કે મહિલાએ જે કપડાં પહેર્યા હતા, તેના પર કુરાનની આયાતો લખેલી છે. પરંતુ પંજાબ પોલીસની એક મહિલા અધિકારીએ આ મામલામાં પરિપકવતાથી કામ લેતા આ મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
તેના પછી સ્થાનિક ઉલેમાઓ તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી કે આ મહિલાના કપડાં પર રહેલી પ્રિન્ટમાં કુરાનની આયાત લખેલી નથી.
શું હતો મામલો?
રવિવારે બપોરે લાહોરના અછરા બાજારમાં પતિ સાથે શોપિંગ માટે નીકળેલી મહિલાના પહેરવેશ પર અરબીમાં કેટલાક શબ્દો લખેલા હતા. તેને લઈને મહિલા પર આરોપ લગાવવામાં આવ્યો કે તેણે કથિતપણે કુરાનની આયાતની પ્રિન્ટવાળો ડ્રેસ પહેરીને ઈસ્લામનું અપમાન કર્યું છે. થોડીવારમાં તમામ લોકો એકઠા થવા લાગ્યા. તેના થોડા સમય બાદ ઉગ્ર ભીડે મહિલા અને તેના પતિને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.
સ્થિતિના વણસ્યા પર આ મહિલાએ લાહોર પોલીસ પાસે મદદ માંગી હતી. તેના પછી એએસપી ગુલબર્ગ સયૈદા બાનો નકવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિને બગડતી રોકી હતી.
તેમણે સ્થાનિક ઉલેમાની મદદથી ઉગ્ર ભીડને સમજાવી હતી અને તેમની ધાર્મિક ભાવનાઓને નિયંત્રિત કરી. તેઓ એ મહિલાને પણ ભીડની વચ્ચેથી સુરક્ષિત કાઢવામાં સફળ થયા. આ ઘટનાના તુરંત બાદ ભીડને ઘેરી મહિલાની ઘણી તસવીરો અને વીડિયો ક્લિપ્સ સોશયલ મીડિયા પર શેયર થવા લાગ્યા. એક વીડિયોમાં આ મહિલાને તેના પતિ સાથે એક નાનકડાં રેસ્ટોરન્ટમાં બેઠેલી જોઈ શકાય છે. જ્યારે ભીડમાંથી એક શખ્સ તેમના પર ધર્મના કથિત અપમાનનો આરોપ લગાવી રહ્યો છે અને પરેશાન દેખાય રહેલી તે મહિલા ચહેરો છૂપાવતી દેખાય રહી છે.
એએસપી સયૈદા બાનો નક્વીએ ભીડને સમજાવવાનો વીડિયો પણ સોશયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યો છે. જેમાં તે ભીડને એ વિશ્વાસ દર્શાવતા દેખાય રહ્યા છે કે જો મહિલાએ ધર્મનું અપમાન કર્યું છે, તો તે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. આ સિવાય તેઓ બજારમાં રહેલી ભીડ વચ્ચે મહિલાને નકાબમાં સુરક્ષિત બહાર કાઢતા જોઈ શકાય છે. આ ઘટનાને લઈને અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. બંને તરફથી મામલાને વાતચીત દ્વારા ઉકેલવામાં આવ્યો છે.
નહીંતર સ્થિતિ વણસી જાત
અછરા બાજારમાંથી મહિલાને ઉગ્ર ભીડથી બચાવનારા બહાદૂર પોલીસ અધિકારી એસએસપી સયૈદા બાનો નક્વીએ કહ્યું છે કે અમને બપોરે એકથી દોઢ વાગ્યાની વચ્ચે એક કોલ મળ્યો. તેમાં એ ઈશારો હતો કે કેટલીક ગડબડ છે. કોલમાં જણાવવામાં આવ્યું કે બાજારમાં એક મહિલાએ ઈસ્લામના પયગમ્બરનું અપમાન કર્યુંછે. તેના કુર્તા પર કુરાનની આયાત લખેલી છે અને લોકો એકઠા થઈ રહ્યા છે. એએસપી સયૈદા નકવીએ કહ્યું છે કે ક્ષેત્રમાં આ ખબર ઝડપી ફેલાઈ ગઈ અને પાંચ-દશ મિનિટમાં જ ભીડ જમા થવા લાગી. તેમણે કહ્યું છે કે સ્થિતિ થોડી વધુ વણસી ગઈ, કારણ કે અમે આસાનીથી તે સ્થાન સુધી પહોંચી શકતા ન હતા. અમે તે ક્ષેત્ર સુધી પહોંચવા માટે 400થી 600 મીટર પગપાળા ચાલ્યા. તેઓ કહે છે કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો તે સમયે લગભગ બસ્સોથી ત્રણ સો લોકો રેસ્ટોરન્ટની બહાર એકઠા થઈ ચુક્યા હતા.
તેમણે કહ્યું છે કે તે સમય સુધી અસલમાં કોઈ જાણતું ન હતું કે કુર્તા પર શું લખ્યું છે. તેઓ કહે છે કે તેવામાં સૌથી મહત્વપૂર્ણ કામ મહિલાને તે સ્થાનથી બહાર કાઢવાની કોશિશ કરવાનું હતું. જથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. એએસપી સૈયદા નકવીએ કહ્યું છે કે અમારે ભીડ સાથે વાતચીત કરવી પડી. અમે ભીડને કહ્યું કે આ મહિલાને અમારી સાથે જવા દો અને એ વિશ્વાસ રાખો કે જો તેણે ગુનો કર્યો છે તો કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
તેઓ જણાવે છે કે જો હું આ સમયે બૂમો પાડીને ભીડને ન સમજાવત કે અમે આ વખતે કંઈ કરીશું તો પરિસ્થિતિ વધુ વણસી જાત. તે એક એવો સમય હતો જ્યારે બધું અમારા પક્ષમાં થયું, ખુદાનો આભાર છે.
પાકિસ્તાનમાં ધર્મના અપમાનના આરોપ વધી રહ્યા છે અને આના પર એએસપી સયૈદા નકવીએ કહ્યું છે કે બે સપ્તાહ પહેલા પણ એક આવી ઘટના બની હતી અને દોઢ માસ પહેલા પણ અમે આ પ્રકારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ અમે તેને ખતમ કરવામાં સક્ષમ છે.
ઉલેમાની મદદ લેવામાં આવી-
પરંતુ એએસપી સયૈદા બાનો નકવી માટે આ મહિલાને ભીડની વચ્ચેથી સુરક્ષિત કાઢવી પુરતું ન હતું. પહેલા આવી ઘણી ઘટનાઓ થઈ છે, જ્યારે પોલીસ કોઈ વ્યક્તિને ભીડથી બચાવીને લઈ જવામાં સફળ રહી. પરંતુ બાદમાં લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને સંબંધિત વ્યક્તિનો જીવ ખતરામાં પડી ગયો. સોશયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
તેમાં કહેવાય રહ્યું છે કે આજ અછરા બાજારમાં એક મહિલા પોતાના પતિ સાથે શોપિંગ માટે ગઈ, તેણે એક કુર્તો પહેર્યો હતો તેના પર અરબીમાં કેટલાક અક્ષરો લ્યા હતા. તેના પછી ત્યાં રહેલા લોકો સમજ્યા કે આ કેટલાક ધાર્મિક શબ્દો છે અને આ મામલાએ એક ગલતફેમીને જન્મ આપ્યો.
આ વીડિયો નિવેદનમાં તેની સાથે તે મહિલા અને કેટલાક સ્થાનિક ધાર્મિક વિદ્વાનો પણ હાજર હતા. તેમાથી એક ધાર્મિક વિદ્વાને કહ્યુ કે અમે કુર્તા પર પ્રિન્ટ થયેલા અક્ષરોને જોયા. આ અરબી અક્ષર છે. પરંતુ સામાન્ય શબ્દો છે. તે દિકરીએ કહ્યું છે કે તે હવે આવો પહેરવેશ નહીં પહેરે. તેના પછી તેને માફ કરી દેવામાં આવી છે.
વીડિયોમાં મહિલા એમ કહેતા સંભળાય રહી છે કે હું અછરા બાજાર શોપિંગ માટે ગઈ હતી અને મેં જે કુર્તો પહેર્યો હતો તે ડિઝાઈન સમજીને લીધો હતો. મને ખબર ન હતી કે આના પર આવા શબ્દો લખેલા છે જે લોકો અરબી સમજે છે.
તેણે કહ્યું છે કે મારી એવી કોઈ નિયત ન હતી.આ જે કંઈપણ થયું છે, જાણકારીની ઉણપને કારણે થયું છે. હું મુસ્લિમ છું અને ક્યારેય મજહબ અથવા પેયગમ્બરનું અપમાન કરવા બાબતે વિચારી પણ શકતી નથી. આ બધું જાણકારીના અભાવને કારણે થયું છે. તેમ છતાં પણ હું ખેદ પ્રગટ કરું છું અને ફરીથી આવું નહીં થાય. પંજાબ પોલીસે એએસપી સયૈદા બાનો નક્વીને સરકારી સમ્માન અને મેડલ આપવાની ભલામણ કરી છે.
પંજાબ પોલીસના આઈજી ડોક્ટર ઉસ્માન અનવરને ટાંકીને જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, લાહોરના એખ વિસ્તારમાં પેદા થયેલી અપ્રિય સ્થિતિ દરમિયાન પોતાના જીવને જોખમમાં નાખીને તે મહિલાને ઉગ્ર ભીડમાંથી સુરક્ષિત કાઢનારા એએસપી સયૈદા બાનો નક્વીને પંજાબ પોલીસ તરફથી અદ્વિતિય સાહસનું પ્રદર્શન કરવા બદલ કાયદે આઝમ પોલીસ મેડલથી નવાજવા માટે પાકિસ્તાન સરકારને ભલામણ મોકલી રહી છે.
બીજી તરફ ધાર્મિક દળ તહરીક-એ-લબ્બૈકે પણ એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં દાવો કરાયો છે કે આ મામલો તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના સ્થાનિક નેતૃત્વએ પોલીસની સાથે મળીને ઉકેલી લીધા છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે અમે માગણી કરીએ છીએ કે આ ઘટનાની પારદર્શક અને ન્યાયપૂર્ણ તપાસ કરાવવામાં આવે અને ઘટનામાં સામેલ લોકોને આકરી સજા આપવામાં આવે. જો આ માનવીય ભૂલના કારણે થયું છે, તો સામાન્ય લોકોને આવા મામલામાં ઘણું સાવધાનીપૂર્વક કામ લેવું જોઈએ. અલ્લાહ તાલાએ પોલીસની બહાદૂરીથી આજે દેશને એક મોટી ઘટનાથી બચાવી લીધો.
મહિલાએ જે ડ્રેસ પહેર્યો હતો, તેના સંદર્ભે સોશયલ મીડિયા યૂઝર્સે ઘણાં સ્ક્રીનશોટ શેયર કરતા કહ્યુ છે કે આ સાઉદી અરેબિયામાં શાલિક રિયાજ નામની મહિલાઓના કપડાંની એક બ્રાંડ છે. આવા પ્રકારના અરબી અક્ષરોવાળા કપડાંની ડિઝાઈન સામાન્ય છે. વિભિન્ન વીડિયોઝ અને સેયર કરવામાં આવતી તસવીરોમાં તે મહિલાએ જે પહેરવેશ ધારણ કર્યો હતો, જેના પર અબી અક્ષરોમાં હલવા શબ્દ પ્રિન્ટ હતો. અરબી ભાષામાં હલવાનો અર્થ સુંદર અથવા મીઠું થાય છે.તો પાકિસ્તાનના સોશયલ મીડિયામાં કેટલાક લોકો કહી રહ્યા છે કે આ મામલામાં મહિલાના સ્થાને તેની હેરાનગતિ કરનારાઓની માફી માંગવી જોઈએ.
સોશયલ મીડિયાપર કેટલાક યૂઝર્સ આ મહિલાની ઓળખ છૂપાવીને તેની જાનમાલની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની વાત કહી રહ્યા છે. કેટલાક યૂઝર્સ મહિલા પોલીસ અધિકારીના સાહસ અને સમજદારી બાબતે અભિપ્રાય આપી રહ્યા છે.
એન્કર રાબિયા અનમે એક્સ પર લખ્યું છે કે મહિલા પોલીસ અધિકારીએ જે હોશિયારીથી મામલાને ઉકેલ્યો છે, તેના પર શાબાશી. હવે રાજ્ય તે યુવતીને સુરક્ષા આપે, જેને બેહૂદી રીતે ડરાવવામાં આવી અને હેરાન કરવામાં આવી. આવું કરનારાઓને અંદર કરો, જેથી ફરીથી કોઈ આવું કરી શકે નહીં.
પત્રકાર રઝા રુમીએ લખ્યું છે કે આ મહિલા પોલીસ અધિકારી એક સ્ટાર છે. તેમણે બિલકુલ તે કર્યું, જે રાજ્યએ કરવું જોઈએ, જ્યારે નાગરિકોને કથિતપણે ધર્મના અપમાનના આરોપમાં પરેશાન કરવામાં આવે છે અને તેના પર હુમલો કરવામાં આવે છે.
તેમણે લખ્યુ છે કે પયગમ્બરના અપમાનના પાકિસ્તાનનો કાયદો, તેનો અવારનવાર દુરુપયોગ, હિંસક ભીડ અને રાજ્યના સંરક્ષણાળા અતિવાદીઓની ગેંગ્સે દેશને આ પાગલપણાં તરફ ધકેલી દીધો છે.
રમીશ ફાતિમા નામની યૂઝરે લખ્યું છે કે રાજકીય વિવાદ થાય, આર્થિક મામલા હોય, વ્યક્તિગત અદાવત હોય, નોકરીઓ સાથે સંબંધિત કોઈ મામલો હોય અથવા ભલે જે મરજી હોય, ધર્મના અપમાનનો આરોપ હથિયાર છે. આ હથિયારનું લાયસન્સ દેનારા, લીગલાઈઝ કરનારા, ખોટી હરકત પર નિયત ઠીક હોવાની વાત કહીને જોર આપનારા આ ફેક્ટ્રીને ચલાવનારા બધાં ગુનેગાર છે.
અમ્માર અલી જાને લક્યું છે કે એએસપી બાનોના એક મહિલાને ઉગ્ર ભીડથી બચાવવાની સાહસિક કોસિશ રાજ્યની સંસ્થામાં યોગ્ય મહિલાઓને સામેલ કરવાના મહત્વને દર્શાવે છે. જો આપણે પયગમ્બરના અપમાનના ખોટા ઓરોપો માટે આકરી સજા ન આપી તો પાકિસ્તાન બરબાદ થઈ જશે. આવા ખોટા આરોપ આપણા સમાજના તાણાવાણાંને વિંખી રહ્યો છે.
પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તાહિર અશરફીએ લખ્યુ છે કે પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલ લાહોરમાં એક મહિલાના કુર્તા પર અરબી અક્ષરોના કારણે તેને પરેશાન કરનારાઓની નિંદા કરે છે. આ ઘટના પર અછરા પોલીસની સારી કોશિશ પ્રશંસનીય છે. પરંતુ મહિલાને માફી માંગવા માટે કહેવાનો કોઈ આધાર ન હતો. માફી તો હેરાનગતિ કરનારાઓએ માંગવી જોઈએ.
એક અન્ય યૂઝરે એએસપી બાનોની પ્રશંસા કરતા લખ્યું છે કે તે ઘણી બહાદૂર મહિલા છે. તે ઉગ્ર ભીડની સામે દીવાલની જેમ ઉભી હતી. આપણે વધુ મહિલાઓને સશક્ત કરવાની જરૂરત છે અને બાનોના ઉદાહરણ પર ચાલવાની જરૂરત છે.