1. Home
  2. ગુજરાતી
  3. ભારતની ભૂલથી છોડાયેલી મિસાઈલથી પાકિસ્તાન ગભરાયું – એરફોર્સના નાયબ વડા અને 2 માર્શલની કરી હકાલપટ્ટી
ભારતની ભૂલથી છોડાયેલી મિસાઈલથી પાકિસ્તાન ગભરાયું – એરફોર્સના નાયબ વડા અને 2 માર્શલની કરી હકાલપટ્ટી

ભારતની ભૂલથી છોડાયેલી મિસાઈલથી પાકિસ્તાન ગભરાયું – એરફોર્સના નાયબ વડા અને 2 માર્શલની કરી હકાલપટ્ટી

0
Social Share
  • ભારતની મિસાઈલથી ગભરાયું પાકિસ્તાન
  • એરફઓર્સના વડા અને માર્શલને નોકરીમાંથી કાઢી મૂક્યા

 

દિલ્હીઃ- ભારતની મિસાઈલથી પાકિસ્તાન હવે ડરતું જોવા મળ્યું છે,9 માર્ચના રોજ ભારત દ્વારા ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલને લઈને પાકિસ્તાનમાં હવે બબાલ મચવા પામી છે. પાકિસ્તાને પોતાની વાયુસેનાના ડેપ્યુટી ચીફ અને બે માર્શલની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે જ ડર વ્યક્ત કર્યો હતો અને પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે કહ્યું કે ભારત આપણું કાશ્મીર ઝપ્ત કરી લેશે.

આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે પાકિસ્તાનનો રાજકીય પારો પણ ખૂબ જ ગરમ છે અને ઈમરાન સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવા જઈ રહ્યું છે. દરમિયાન, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને મિસાઇલને સમયસર શોધી ન શકવા બદલ એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે એર માર્શલ્સની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે.

આ સાથે જ  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે, ભારત તરફથી પાકિસ્તાની ક્ષેત્રમાં આકસ્મિક રીતે મિસાઈલ પડવી એ એક ‘ગંભીર મામલો’ છે, જેને ભારત તરફથી માત્ર ‘સુપરફિસિયલ સ્પષ્ટતા’ દ્વારા ઉકેલી શકાય નહીં. તેમણે આ મામલાની સંયુક્ત તપાસની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં પાકિસ્તાન તરફ ભૂલથી છોડેલી મિસાઈલને લઈને નિવેદન આપશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત બુધવારે એક નિઃશસ્ત્ર સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાની ક્ષેત્રના 124 કિમીની ત્રિજ્યા સુધી પહોંચી હતી. રક્ષા મંત્રાલયે તેને ‘ટેકનિકલ ખામી’ના કારણે ઘટના સર્જાય હોવાનું જણાવ્યું છે

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code