1. Home
  2. ગુજરાતી
  3. ‘ઘ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને કપિલ શર્માના શો માં  ન બોલાવવા  મામલે અનુપમ ખૈર ચૂપ્પી તોડી – જાણો કપિલના પક્ષમાં શું કહ્યું
‘ઘ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને કપિલ શર્માના શો માં  ન બોલાવવા  મામલે અનુપમ ખૈર ચૂપ્પી તોડી – જાણો કપિલના પક્ષમાં શું કહ્યું

‘ઘ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને કપિલ શર્માના શો માં  ન બોલાવવા  મામલે અનુપમ ખૈર ચૂપ્પી તોડી – જાણો કપિલના પક્ષમાં શું કહ્યું

0
Social Share
  • ઘ કાશ્મીર ફાઈલ્સને કપિલના શો માં એન્ટ્રી બાબતે અનુપમ ખેર સપોર્ટમાં
  • કહ્યું ઈન્વિટેશન મળ્યું હતું પણ જઈ નહોતા શક્યા
  • વિવેક અગ્નિહોત્રીએ કપિલ પર આ ફિલ્મ પ્રમોટ ન કરવાનો આરોપ લગાવ્યો 

મુંબઈઃ- તાજેતરમાં  વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ઘ કાશ્નમીર ફઆઈલ્સ ચર્ચામાં છએ, સિનેમાઘરોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, બોક્સ ઓફીસ પર આ ફિલ્મ શાનગાર ઓપનિંગ સાથે આગળ વધતી જોવા મળી રહી છે આ સાથે જ દેશના પ્રધાનમંત્રી મોદીએ પર્સનલી આ ટીમ સાથે ુલાકાત કરીને ફિલ્મની તારીફ પણ કરી છે.

જો કે આ ફિલ્મને લઈને કપિલ શર્મા ચર્ચામાં આવ્યા હતા, કહેવામાં આવ્યું હચું કે કપિલે એ ફિલ્મનું પ્રમોશોન નથી કર્યું આ ફિલ્મની સ્ટાર કાસ્ટને શો પર નથી બોલાવી , છેલ્લા થોડા દિવસોથછી આ મામલે કપિલ શર્મા પર ઘણા આક્ષેપો લાગી રહ્યા હતા જો કે હવે ફિલ્મના અભિનેતા અનુપમ ખૈસે પોતે આ બાબતને લઈને ચૂપ્પી તોડી છે અને કપિલ શર્માના પક્ષમાં બોલ્યા છે.

આ પહેલા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘ધ કપિલ શર્મા શો’ના નિર્માતાઓએ તેમની ફિલ્મને પ્રમોટ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે કોઈ કમર્શિયલ ફિલ્મ નથી અને 1990માં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાયની વાર્તા કહી હતી. તેમજ તેમાં કોઈ કોમર્શિયલ એક્ટરે કામ કર્યું નથી. હવે આ સમગ્ર મામલે અભિનેતા અનુપમ ખેરે પોતાનું નિવેદન આપ્યું છે.

જાણો અભિનેતા અનુપમ ખૈરે શું કહ્યું 

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ ખેરે કહ્યું, “સાચું કહું તો, મને શોમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં મારા મેનેજર હરમનને કહ્યું કે આ ફિલ્મ ખૂબ ગંભીર છે, હું તેમાં જઈ શકું તેમ નથી. તેથી હું અહીં મારી વાત કહેવા માંગુ છું કે મને લગભગ 2 મહિના પહેલા બોલાવવામાં આવ્યો હતો.મીડિયા સાથેની વાતચીતમાં અનુપમ ખેરે કહ્યું કે હું આ શોમાં ઘણી વખત આવ્યો છું અને તે ખૂબ જ ફની શો છે. મને નથી લાગતું કે કપિલને અમારા કે અમારી ફિલ્મ વિશે કોઈ ખોટી લાગણી છે.

 

ઉલ્લેખનીય છે કે એક મિતચ્રએ જ્યારે વિવેક અગ્નિહોત્રીને પોતાની ફિલ્મને પ્રમોટ કરવા કોમેડિ શોમાં જવા કહ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘તેઓએ અમને તેમના શોમાં આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો છે કારણ કે અમારી પાસે મોટી કોમર્શિયલ સ્ટાર કાસ્ટ નથી.’ આ પછી ઘણા લોકોએ ટ્વિટર પર શોનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. પરંતુ આ વખતે ઈન્ટરવ્યુમાં અનુપમ ખેર સાથે હાજર રહેલા વિવેકે અભિનેતાની વાતને સમર્થન આપ્યું છે ત્યારે હવે કપિલ શર્માએ પણ આ બાબતે અભિનેતાનો આભાર માન્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code