1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં કોરોનાના વધતા કેસને લઈ પાકિસ્તાની ક્રિકેટરે ચિંતા વ્યક્ત કરી, ભારતીયોની સલામતી માટે માગી દુઆ
ભારતમાં કોરોનાના વધતા કેસને લઈ પાકિસ્તાની ક્રિકેટરે ચિંતા વ્યક્ત કરી, ભારતીયોની સલામતી માટે માગી દુઆ

ભારતમાં કોરોનાના વધતા કેસને લઈ પાકિસ્તાની ક્રિકેટરે ચિંતા વ્યક્ત કરી, ભારતીયોની સલામતી માટે માગી દુઆ

0
Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. આ કપરા સમયમાં બ્રિટેન સહિતના દુનિયાના અનેક દેશોએ ભારતને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ ક્રિકેટના મેદાનમાં ભારતીય ટીમની કટ્ટર હરિફ મનાતી પાકિસ્તાનની ટીમના ક્રિકેટરોએ પણ ભારતમાં વધતા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિસ્ફોટક બેસ્ટમેન બાબર આઝમે સોશિયલ મીડિયા ઉપર ભારતીયોની સલામતી માટે દુઆ માંગતી પોસ્ટ મુકી છે.

પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે સોશિયલ મીડિયા ઉપર બુર્જ ખસીફા બિલ્ગીંદનો ફોટો શેર કર્યો છે. જેની ઉપર લખ્યું છે કે, #StayStrongIndia. આ ઉપરાંત તેમણે ભારતીયોની સલામતી માટે દુઆ પણ માગી છે.

બાબર આઝમે લખ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો માટે મારી દુઆ છે કે, આ સમય એકતા દર્શાવવાનો અને દુઆ કરવાનો છે. તેમજ તેમણે લોકોને એસઓપીના પાલન કરવા માટે પણ અપીલ કરી છે. આ અગાઉ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર સોએબ અખ્તરે પણ વધતા કોરોના વાયરસના કેસને લઈને ભારત માટે પ્રાર્થના કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code